તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર જિલ્લામાં પાંચ વિદ્યાર્થીને હાર્ટ-એકને કેન્સરની તકલીફ જણાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લાં 1 મહિનાથી શાળાઓમાં બાળકોની આરોગ્ય ચકાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. 2612 શાળાના વિદ્યાર્થીઓ 259170 થાય છે. જેમાંથી 142343ની તપાસણી થઈ એ પૈકી 5 હાર્ટની તકલીફવાળા અને એક કેન્સરની તકલીફવાળો વિદ્યાર્થી મળી આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 8થી 10 વર્ષના બાળકો 5 વર્ષના હાર્ટની મુશ્કેલીવાળા અને એક કેન્સર રોગથી પીડા અનુભવતો વિદ્યાર્થી મળી આવ્યો છે. જેઓ હાર્ટની મુશ્કેલીઓ ધરાવે છે. તેઓને યુએન મેહતા હોસ્પિટલ અમદાવાદમાં સરકારના ખર્ચે સારવાર આપવાની મંજૂરી અપાઈ ગઈ છે. આ સિવાય સમગ્ર છોટાઉદેપુર તાલુકામાં 942 વિદ્યાર્થીઓને નાની મોટી મુશ્કેલીઓ હતી. તેની સારવાર જનરલ હોસ્પિટલમાં કરાઈ હતી. ફેબ્રુઆરી માસમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ પૂરો થશે. હજુ માત્ર 50 ટકા વિદ્યાર્થીઓની ચકાસણી કરાઇ છે. દર વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ચકાસણી થાય છે. તેમાં હાર્ટ કિડની આંખોની તકલીફ ધરાવતા વિદ્યાર્થીઓ બહાર આવે છે. જેઓની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો