ઝંડા ગામે રામદેવપીર મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | તાલુકાના ઝંડા ગામે રામદેવપીર મંદિરનો પ્રથમ પાટોત્સવ રામદેવપીર યુવક મંડળ દ્વારા ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે મંદિર પટાંગણમાં યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત શોભાયાત્રામાં ગામના યુવાનો, વડીલો અને આજુબાજુના વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે લેટરના વતની અને નિવૃત્ત એએસઆઈ કાંતિભાઈ બી. વણકર તથા પ્રવિણભાઈ પરમાર, મુખ્ય મહેમાન તરીકે દિનેસભાઈ ગાંધી વિગેરે હાજર રહ્યાં હતાં. અતિથિ વિશેષ તરીકે મગનભાઈ ચૌહાણ, કાંતિભાઈ રાઠોડ, કાનજીભાઈ વણકર, ગણપતભાઈ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...