તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠ પાસ ફાયર એન્ડ સેફટી કોલેજમાં ફાયર ડેની ઉજ‌વણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ | સને 1944માં મુંબઈના ડોકયાર્ડ માં શહીદ થયેલા 66 ફાયરના જવાનોને ઉમરેઠની પાસ ફાયર એન્ડ સેફટી કોલેજ ઉમરેઠમાં ઉમરેઠના પી.એસ.આઈ.રણજીતસિંહ ખાંટની અધ્યક્ષતામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં સંસ્થાના તાલીમાર્થીઓ દ્વારા વિવિધ ડ્રીલ કોમ્પીટીશન અને સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. તથા અમદાવાદના ફાયર ઓફિસર અનિરુદ્ધ ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં.પી.એસ. આઈ. ખાંટે સંસ્થાના તાલીમાર્થીઓને માર્ગદર્શન પ્રવચન આપીને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા તાલીમાર્થીઓને આચાર્ય સુમનબેન કે જોશી દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...