તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ કોલેજના પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક સહાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટ્સ એન્ડ વી.એમ. પારેખ કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા કોલેજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરાઈ હતી. જેમાં પૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ અને ભાગ્યોદય કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ચીમનભાઈ પટેલએ વિદ્યાર્થીઓમાં રહેલી ટેલેન્ટ વિકસાવી આગળ વધવા આહવાન કર્યું હતું. સમગ્ર આયોજન પ્રો. ડો. અજયભાઈ સી. પટેલે અને આભારદર્શન પ્રો. ડો. અરવિંદગીરી કર્યું હતું.

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ નવાગામ યાત્રી નિવાસની મુલાકાતે
ખેડા ભાસ્કર | દાંડીપથ વિરાસત વ્યવસ્થાપન કેન્દ્ર ,ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ઇતિહાસ વિભાગના 18 વિદ્યાર્થીઓના સ્નાતક નિબંધના ટ્રેનિંગ માટે તેમને નવાગામ એક દિવસના અભ્યાસ માટે લાવ્યા હતા. યાત્રી નિવાસના નવાગામમાં તેમને આ નિબંધ માટેની માહિતી અને ટ્રેનિંગ અપાઈ હતી. ગામ વિષેની માહિતી અને જગ્યાઓની મુલાકાત લેવાઈ હતી. અર્થ ડે નેટવર્ક ઇન્ડિયાનું જે વિવિધતા સંરક્ષણ અભિયાન અંતર્ગત જૈવિક વારસાનું મહત્વ સમજાવ્યું હતું.

નડિયાદની નોલેજ હાઈસ્કૂલમાં ે મોટીવેશન સેમીનાર યોજાયો
નડિયાદ ભાસ્કર | નડિયાદના નોલેજ ગ્રુપ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓ માટે મોટીવેશન સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં વક્તા પવનભાઈ દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બોર્ડની પરીક્ષાને અનુરૂપ ટાઇમ મેનેજમેન્ટ,પેપર સ્ટાઇલ,પરીક્ષાની પ્રિપ્રેશન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમના સ્પષ્ટ અને ધારદાર વક્તત્વ દ્વારા વિધાર્થી તેમજ વાલીમિત્રોને રસતરબોળ કરી દીધા હતા. શાળાના સંચાલક નિલયભાઈ તથા તુષારભાઈએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો.

કપડવંજના ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ઉપક્રમે આનંદ મેળો યોજવામાં આવ્યો
કપડવંજ ભાસ્કર | કપડવંજના ત્રિભુવનદાસ ફાઉન્ડેશન તથા બાલાસિનોર અને ઠાસરાના પેટા કેન્દ્રોના સંયુક્ત ઉપક્રમે પરીખ પેટ્રોલ પંપના સંકુલમાં આનંદમેળાનું આયોજન કરાયું હતું. જેમાં 36 કાઉન્ટર દ્વારા લોકોને વિવિધ વાનગીઓ તેમજ ઉપયોગી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું હતું. સદરહુ આનંદમેળાનું ઉદ્દઘાટન અમુલ, આણંદના સેલ્સ અગ્રણી પ્રીતિબહેન શુકલ તેમજ કપડવંજના જાહેર જીવનના અગ્રણી ડો. હરિશ એચ. કુંડલીયા, વી.એસ. ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ભુપેન્દ્રભાઈ દોશીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો