બાલાસિનોરમાં ધામધૂમથી ઉજવાયો ફગવા ઉત્સવ

DivyaBhaskar News Network

Mar 16, 2019, 04:15 AM IST
Virpur News - festival of festivals celebrated in balasinor 041514
બાલાસિનોરમાં ફાગણ સુદ નોમના ફગવાના રંગથી રંગાઈ ગયું હતું.વૈષ્ણવોના પ્રિય ફગવા ઉત્સવમાં નગરના મુંબઈ અને અન્ય સ્થળો એથી આવેલા વૈષ્ણવોએ ભક્તિભાવથી જોડાયા હતા.

માદરે વતન વડાશિનોર પ્રત્યે અપાર સ્નેહ અને ગોકુલેશ ચરણ શરણ આશક્ત પ્રિય વૈષ્ણવદેવી ભક્તિભાવપૂર્વકની ગોકુલશ પ્રભુ પ્રત્યેની ધર્મભાવનાથી બાલાસિનોર છોટે ગોકુલતરીકે પ્રસિધ્ધ બન્યું છે.

ફગવા ઉત્સવ ઉજવવા મુંબઇ અને અન્ય સ્થળો એથી વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. છેલ્લા 100વર્ષ ઉપરાંતથી ફગવા ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ફગવા ઉત્સવના મનોરથી બનવું એ પણ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે.ફાગણ સુદ આઠમે ફગવા ઉત્સવના મનોરથી નિવાસ સ્થાને કિર્તનીયા સમાજ મળ્યો હતો.ગોકુલનાથજી મંદિરે થી ઠાકોરજી એ શોભાયાત્રારૂપે વીરપુર રોડ ઉપર આવેલ હવેલીએ પ્રયાણ કર્યું હતું. વિશાળ શોભાયાત્રા જય જય શ્રી ગોકુલેશની ધૂનથી ગુંજી ઉઠી હતી. કેસરી ખેસ સાથે મનોરથી વૈષ્ણવો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ હતી.

બાલાસિનોર નગરનો હોળી ચકલા,ગોકુલનાથજી મંદિર વિસ્તાર ફગવા ઉત્સવ દરમિયાન વૈષ્ણવોની ભીડ જામી હતી. તસવીર - દામીન પટેલ

X
Virpur News - festival of festivals celebrated in balasinor 041514
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી