તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદથી સુખસર જતાં હાઇવેના વળાંક પાસે ખાડા પડતાં અકસ્માતનો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદથી સુખસર તરફ જતાં સ્ટેટ હાઇવેના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ખાડોઓ પડતા અકસ્માત થવાનો ભારે ભય વ્યાપેલો જોવા મળ્યો હતો.કલજીની સરરસવાણી ગામ પાસેનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી માનવજીવનો ભોગ લેનારો સાબિત થયો છે.તાજેતરમાં પણ એક ગમખ્વાર અકસ્માતમાં કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે વળાંક પાસે ઊંડા ખાડાઓ પાડવાના કારણે સતત અકસ્માત ભય ઊભો થયેલો જોવા મળ્યો હતો.આ વિસ્તાર માંથી રોજના હજારો વાહનો અવર-જવર કરી રહ્યા છે.આ બાબતે સ્થાનિકો અને તાલુકા સભ્યો દ્વારા છેલ્લા ચાર માસથી અનેકવાર રજૂઆત કરવા છતાં સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈને કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ ફેલાયો છે.

દરરોજ અકસ્માત થઇ રહ્યા છે
ઝાલોદથી સુખસર જતાં સ્ટેટ હાઇવેના રસ્તાના વળાંક પાસે ઘણા સમયથી ખાડાઓ પડેલા છે. આ ખાડાઓથી રોજ નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં કાર્યવાહી કરાઇ નથી. હવે આચાર સહિંતા કહીને કામ કરતાં નથી. ખાડાના લીધે મોટો અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની. કલ્પેશ વસૈયા, ચાલક

અન્ય સમાચારો પણ છે...