ફતેપુરા તાલુકાની ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ઉભી કરાયેલ ચેક પોસ્ટો દૂર કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકામાં લોકસભાની સભાની ચુંટણી ને લઇને ગુજરાત, રાજસ્થાન બૉડર પર ઠેર ઠેકાણે ચેક પોસ્ટો ઉભી કરવામાં આવી હતી.

ગુજરાત રાજસ્થાનમાં ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં બોર્ડર પર શરૂ કરાયેલ ચેક પોસ્ટો પોલીસ વિભાગ દ્વારા દૂર કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઇને ફતેપુરા તાલુકાની ધુધસ, ઇટાબારા, પાટવેલ, ગઢરા, ઉડાવેળા મળીને કુલ પાંચ ચેક પોસ્ટ શરૂ કરી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી આવતા જતા વાહનોનું સંધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ગુજરાત રાજસ્થાનમાં તબક્કા વાર યોજાયેલ ચુંટણી સપન્ન થતા પોલીસે વિભાગે હાશકારો અનુભવ્યો હતો.

બન્ને રાજ્યોમાં ચુંટણી સપન્ન થતા ફતેપુરા તાલુકા માં ઉભી કરાયેલ પાંચ ચેક પોસ્ટ માંથી ધુધસ, ગઢરા, ઉડાવેળા ની ત્રણ ચેક પોસ્ટો દૂર કરવામાં આવી હતી. ત્યારે પાટવેલ અને ઇટા બારા ચેક પોસ્ટ ચાલું રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...