Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફતેપુરા પંચાયત લોકો માટે 14માં નાણાપંચ ગ્રાન્ટના રૂા.25 લાખનું આયોજન કરશે
ફતેપુરા ગ્રામપંચાયત દ્વારા લોકોની સમસ્યાઓના હલ-સુખાકારી માટે પંચાયતે આ વખતે નવિન અભિગમ અપનાવ્યો છે. સરપંચ અને સભ્યો દ્વારા લોકોને સ્પર્શતા અને સુખાકારી માટેના કામોને આ વખતે પ્રાધાન્ય આપ્યું છે. ફતેપુરા ગ્રામપંચાયતમાં લોકો અનેક મુશ્કેલીઓથી પીડાઇ રહ્યા છે.
નક્કર કામગીરી ન થતાં લોકો પંચાયતનો સખત વિરોધ કરી રહ્યા છે. ત્યારે પંચાયતે લોકોના સુઝાવો મંગાવી નક્કર કામગીરી કરવાના પ્રયાસો કર્યા છે. પંચાયત આ વખતે નગરમાં સાફ સફાઈ, રસ્તાઓ પર વહેતું ગંદુ પાણીનો નિકાલ ખુલ્લી ગટરની કામગીરી, વડલાવાળા કુવાનુ શુધ્ધ પાણી લોકોને મળે તેમજ ગામમાં ટ્રાફિક અને દબાણના પ્રશ્નો દુર કરી નકકર કામગીરી કરી લોકોને પ્રાથમિક સુવિધા આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
લોકોના કામોને પ્રધાન્ય અપાશે
 સરકાર દ્વારા આપવામાં આવતી પંચાયતની 14માં નાણાપંચની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આ વખતે લોકોના કામો માટે વપરાશે વૉર્ડ પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવશે નહીં. કચરુભાઇ પ્રજાપતિ, સરપંચ, ફતેપુરા ગ્રામપંચાયત
લોકોની માંગ પ્રમાણે કામ કરાશે
 ફતેપુરામાં સાફ સફાઈ, ખુલ્લી ગટર, કુવાનુ શુધ્ધ પાણી દબાણ ટ્રાફિક દુર કરવા જેવા ઘણા વિકાસના કામોની જરુર છે. લોકોની માંગ પ્રમાણે કામ કરાશે જેના માટે ફતેપુરા ગ્રામપંચાયત ગ્રુપમાં પોસ્ટથી લેખિત અરજીથી તેમજ ગ્રામસભા બોલાવી લોકોને સ્પર્શતા કામ કરાશે. વિશાલભાઇ નહાર, ગ્રામ પંચાયત સભ્ય, ફતેપુરા