તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદમાં મકાઇના પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ તાલુકામાં વરસાદની છેલ્લી ઇનિંગ ધમાકેધાર જોવા મળી હતી.બે અઠવાડીયાથી છૂટા છવાયા ભારે વરસાદના પગલે તાલુકાનો જીવાદોરી સમાન ગણાતો માછણ ડેમ સહિત કૂવા, તળાવ છલકાય ગયા છે.

તેમજ સતત વરસાદમાં લીધે પરથમપૂર.ગુલતોરા અને લીલવા ઠાકોર ગામના મુખ્ય તળાવો જળબંબાકાર થતાં તળવામાં ગાબડાં પડતાં પ્રાંત અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ દોડતા થયા હતા.તાલુકામાં મોટાભાગના લોકો ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે ચોમાસાના અંતિમ દિવસોમાં ભારે વરસાદ થવાના કારણે ખેતરમાં મકાઇનો પાક બગડી ગયો હતો.સાથે તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં જંગલી ભૂંડોના ત્રાસના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપેલી જોવા મળી હતી.

વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ફળી વળતાં પાકને ભારે નુકશાન થયું હતું.જેના લીધે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...