તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતે માર્ગદર્શન અપાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી બજાર સમિતિનાં હોલમાં છોટાઉદેપુર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશેની શિબિરનું આયોજન કરાયું હતું.જેમાં તજજ્ઞોએ ખેડૂતોને ઉપયોગી માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લાભરથી મોટી સંખ્યામાં આવેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી વિશેનું માર્ગદર્શન લીધું હતું.બાગાયત ખેતીની વિવિધ પ્રકારની યોજનાઓ વિશે નાયબ બાગાયત નિયામક કૃણાલ પટેલે ખેડૂતોને વિશેષ માહિતગાર કર્યા હતા.તેમજ પ્રાકૃતિક ખેતી કરતા બોડેલી તાલુકાના ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને તેના શુ ફાયદા છે. તે વિશેનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ટપક સિંચાઇ વિશે બંટીન પટેલે માહિતી આપી હતી. આગાઉ ખેતરોમાં જઈને બાગાયત વિભાગના તજજ્ઞોએ ખેડૂતોને પાક નિહાળીને માર્ગદર્શન આપ્યું હતું.બાગાયત ખેતી તરફ ખેડૂતોનો ઝોક ખૂબ વધ્યો છે અને મબલખ પાક પણ મેળવતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો