તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગરમાં વાતાવરણમાં પલ્ટા સાથે વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સમગ્ર મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે પાછલા બે દિવસથી વાદળો ઘેરાતા ખેડૂતોના જીવ પડીકે બધાય છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ક્યાંક હળવા વરસાદ અને ઝાપટાં પાડવાની પણ સંભાવના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિયાળામાં ખેડૂતોએ જિલ્લામાં ઘઉં, મકાઈ, વરિયારી સહિતના એક પાક તૈયાર થઈ લણણીનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પાછલા બે દિવસથી એકાએક વાતાવરમાં પલટા સાથે વાદળ છાયું વાતાવરણ સર્જાતાં છુટા છવાયા છાંટા પડવાની શક્યતાઓ જોવા મળી હતી. અને તૈયાર
થયેલા શિયાળુ પાકને નુકસાન થવાનો ભય સતાવતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા હતા. અને માવઠું ન થાય તે માટે ભગવાનને પ્રાથના કરતા જણાયું હતું.

આ અંગે લાલસર ગામના ખેડૂત અલ્પેશભાઈ કાંતિલાલ
પટેલ જણાવ્યું હતું કે શિયાળુ પાકો મોટા ભાગે તૈયાર થઈ હાલ
લણવાનું કામ ચાલુ છે. જેમાં પણ જિલ્લામાં ઘઉંનું વાવેતર સૌથી
વધુ છે અને હાલ જિલ્લામાં
મોટા પાયે ઘઉંની કાપણીનું કામ ચાલું છે.

ત્યારે વાદળછાયુ વાતાવરણ થયું છે અને છાંટા પડે તો શિયાળું પાકને ભારે નુકશાન થાયને પાકરૂપી મોમા આવેલ કોળિયો ઝુટવાઈ
જવાનો ભય ખેડૂતોને સતાવવા લાગ્યો છે. ત્યારે જો માવઠું
થાય તો શિયાળુ પાક નિષ્ફળ
જાય તેમ હોવાથી ભગવાનને
માવઠું ન થાય તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે.

માવઠુ ન થાય તે માટે ખેડૂતોની ભગવાનને પ્રાર્થના

_photocaption_મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો