તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘંબા પંથકમાં કમૌસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા વિસ્તારમાં તા.26 ફેબ્રુઆરીની સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન ફુકાતા છાપરાઓ અને પડદાઓ ઉડયા હતા. એકાએક વરસાદ શરૂ થતા બજારમાં ખરીદી માટે આવેલા ગ્રાહકોમાં દોડાદોડ થઇ ગઇ હતી. જયારે વેપારીઓ દ્વારા દુકાનદારો દ્વારા દુકાન બહાર રાખવામાં આવેલ માલસામાન ખસેડવા માટે ઉતાવળથી માણસોને કામે લગાડયા હતા. પરંતુ આ કમૌસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. ચણા, કપાસ, વળીયારી જેવા પાકો સાથે મૂગા પશુઓ માટે વાડાઓમાં ખુલ્લામાં રાખેલ પરાળ અને ઘાસ તથા સુકવેલ પાકને પણ નુકસાન થવા પામ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો