તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલમાં દલિતોના વાડા ખાલી કરાવાતાં પરિવારો ઉપવાસ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલમાં આવેલ ગામતળની જમીનમાં આવેલ દલિત સમાજના ચારથી વધુ વ્યકિતઓના વાડાઓ જે કાટાની વાડ કરી વાડામાં કાચા છાપરા બનાવી રહેતા દલિત લોકો જે સદર ગામતળની જમીનમાં 50 વર્ષથી વધુના સમયથી ભોગવટો ધરાવે છે.

જે જમીનમાં છેલ્લા એક મહિનાથી લઘુમતી સમાજના તત્વોએ ગેરકાયદેસર મંડળી રચી દલિત સમાજના માણસોને ધાક- ધમકી આપી દલિત સમાજના આવેલા વાડાઓ ખાલી કરાવે છે અને તેમના પરિવારના માણસોને મારઝૂડ કરી જે.સી.બી. મશીન લઇ વાડામાં લીધેલ નળ કનેકશનો તથા વાડાની દીવાલોને ખુબ જ મોટાપ્રમાણમાં નુકસાન કરેલ હોઇ દલિત સમાજના વાડા ધરાવતા લોકોએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી માંડલ તથા મામલતદાર માંડલને રજુઆત કરવા છતાં કોઇ ન્યાય ન મળતા વાડા ધરાવતા લોકોમાં સોમાભાઇ ડાયાભાઇ પરમાર, નાગરભાઇ ઊકાભાઇ સોલંકી, શાંતાબેન રતિલાલ પરમાર, જેતીબેન દલાભાઇ સોલંકી જેઓને તંત્ર દ્વારા ન્યાય ન મળતા તા.15/4/19 ના રોજ સવારે ગાંધી ચિંધ્યાનો માર્ગ અપનાવી આમરણ ઉપવાસ ઉપર બેસવાના છે.

જેની જાણ તાલુકા વિકાસ અધિકારી માંડલ તથા મામલતદાર માંડલને કરવામાં આવી છે. આ બાબતે મામલતદારે જણાવ્યું હતું કે ઉપવાસ ઉપર બેસવાની અરજીના બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંડલ તાલુકા વિકાસ અધિકારી તથા માંડલ ગ્રામપંચાયત તથા માંડલ પોલીસ મથકના પીએસઆઇને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...