તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરજણમાં બેફામ બાઇક અને કાર દોડાવતા લબર મૂછીયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ નગરના જાહેરમાર્ગો પર લબરમૂછિયો દ્વારા બેફામ પણે બાઇક અને કાર હંકારી રાહદારીઓ અને રહીશો પરેશાન થઇ ગયા છે. લબર મૂછિયાઓ જાહેર માર્ગ ઉપર રેસરની જેમ બાઈક અને કાર હંકારે છે. તેઓ પાસે લાઇસન્સ પણ હોતા નથી. આમ બેફિકરાઈથી બાઇકો અને કાર હંકારતા હોય જેથી રાહદારીઓને અકસ્માતનો ભય સતાવે છે.

કરજણ નગરના જાહેરમાર્ગો પર કેટલાક લબરમૂછિયાઓ દ્વારા બેફામપણે બાઇકો અને કારો હંકારે છે અને બાઇક પર એક સાથે ત્રણ ત્રણ યુવકો બેસીને રેસરની જેમ બાઈક હંકારે છે. જ્યારે તેઓ પાસે લાઇસન્સ પણ હોતા નથી. તેમજ કારમાં પણ મોટા અવાજે સોંગ વગાડી જાણે લોંગ ડ્રાઈવ પર નીકળ્યાં હોય તેમ કરજણ નગરના ભરચક વસ્તી તેમ જ અવરજવરવાળા રસ્તાઓ પર બેફામપણે કાર હંકારે છે. આ બાબતે અગાઉ કરજણ નગરના કેટલાક રહીશો દ્વારા કરજણ પોલીસને જાણ કરવા છતાં કરજણના જાહેરમાર્ગો પર તૈનાત ટ્રાફિક બ્રિગેડ પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે. આમ બેફામ બાઈક અને કાર હંકારતા હોવાથી રાહદારીઓ અને રહીશોમાં અકસ્માતનો ભય સતાવે છે.

અન્ય સમાચારો પણ છે...