દીવડા કોલોની ખાતે વીજ પુરવઠામાં ખામી સર્જાતાં વીજ ઉપકરણોને ભારે નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવડા કોલોની સરકારી વસાહતમાં વારંવાર વીજ પુરવઠામાં ખામી સર્જાતા રહીશોના મોંઘાદાટ ઇલેક્ટ્રિક ઉપકરણોને ભારે નુકશાન પહોંચતા આક્રોશ સાથે નુકસાનીનુ વાળતર ચૂકવવા કાર્યપાલક ઇજનેર કડાણાને લેખિત રજૂઆત કરાઇ છે.

કડાણાાના દીવડા કોલોની સરકારી વસાહતમાં તારીખ 11-02-2020ના રોજ વીજ લાઈનમાં રાત્રે ખામી સર્જાતા વસાહતના રહીશોના વિજઉપકરણોને ભારે નુકશાન થયું જેમાં ફ્રીજ, ટીવી જેવા મોંઘાદાટ ઇલેક્ટ્રિક ઉપકરણોનો સમાવેશ થાય છે. વીજપુરવઠામાં વારંવાર ખામી સર્જાતા વસાહતના રહીશોને લાખ્ખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા વીજ લાઈનનું સમારકામ કરી કાયમી નિરાકરણ લાવવાની જગ્યાએ થોડાક સમયની કામગીરી કરી સંતોષમાની લેવામાં આવે છે. ત્યાર બાદ પરિસ્થિતિ જે સે થે રેહતા લોકોમાં છુપો રોષ જોવા મળ્યો છે. રહીશો દ્વાર વિજ ખામી થી નુકશાન પામેલા વિજ ઉપકરણોના નુકશાન પેટેના રીપેરીંગ ખર્ચનું વળતર ચૂકવવા માટે કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જો આ અંગે યોગ્ય ન્યાય નહીં મળે તો ગ્રાહક સુરક્ષા કચેરીએ ન્યાય માટે ફરિયાદ કરવા
માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

યોગ્ય તપાસ કરી કાયમી સમાધાન કરીશુ

દીવડા કોલોની સરકારી વસાહતની વીજ લાઈનમાં રાત્રિ સમય દરમિયાન ખામી સર્જાઇ છે. આ અંગે યોગ્ય તપાસ કરી કાયમી સમાધાન થાય તેમજ રહીશોને યોગ્ય ન્યાય મળે તેવા પ્રયાસો કરીશું.> એસ.ટી.ગામીત, કાર્યપાલક ઈજનેર - દીવડા કોલોની
અન્ય સમાચારો પણ છે...