તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્નેહ મિલન સમારોહની પત્રિકામાં જિલ્લા પંચાયત પ્રમુખની બાદબાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના યોજાનારા કાર્યકર્તા સ્નેહ મિલન સમારોહની આમંત્રણ પત્રિકા માં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખના નામની બાદબાકી થી ચર્ચાના વિષય બન્યો છે. પૂર્વ ધારા સભ્યનું નામ પત્રિકામાં છે. પણ વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખનું નામ નથી. જિલ્લા કોંગ્રેસમાં જૂથબંધી ચાલતી હોવાની ચર્ચા જોર પકડ્યું છે.છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું છે. જે આજે છોટાઉદેપુર ખાતે યોજવાનું છે.આ કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકા વહેંચાઇ છે.આ પત્રિકા જિલ્લાના રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા,છોટાઉદેપુર અને જેતપુર પાવીના ધારાસભ્ય અને સંખેડાના પૂર્વધારાસભ્યના નામો છે.પણ કોંગ્રેસ શાસિત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મીબેન નગીનભાઇ બારણાનું નામ જ આમંત્રણ પત્રિકા માં છપાયું નથી.જિલ્લા પંચાયત પ્રમુખને જિલ્લા પંચાયતની કારોબારીમાં પણ નથી લેવાયેલા. હવે વધુમાં કાર્યકર્તા સમારોહની પત્રિકામાં જિલ્લા પંચાયત પ્રમુખનું નામ નહીં હોવાથી તેને લઇને જિલ્લા કોંગ્રેસમાં જૂથબંધી પ્રવર્તતી હોવાની વ્યાપક ચર્ચા ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...