તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં M.Philમાં પ્રવેશ માટે પરીક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં M.Philના અભ્યાસ ક્રમની માન્યતા મળતા પ્રવેશ અંગેની કાર્યવાહી પુર્ણ કરી શનિવારના રોજ બાલાસિનોર ખાતે લેખીત પ્રવેશ લેવામાં આવી હતી. જેમા કુલ 79 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.

ગુજરાત યુનિવર્સીટીમાંથી પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, વડોદરા અને વડોદરા ગ્રામ્યની 142 કોલેજોને અલગ કરી ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. યુનિ.ના વાઇસ ચાન્સલર ર્ડો પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે યુનિમાં M.Philના અભ્યાસની માન્યતા મળતા સરકારના નિયમોનુસાર S.C., S.T., O.B.C., E.W.S.ના નિયમ મુજબ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શનિવારના રોજ ...અનુસંધાન પાના નં.2

79 વિદ્યાર્થીઓએ પૈકી 45 વિદ્યાર્થીઓ પાસ
ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં M.Philના અભ્યાસ ક્રમ માટે બાસાસિનોર ખાતે લેખીત પ્રવેશ પરિક્ષા યોજાઇ હતી. જેનુ પરિણામ પણ દિવસે જાહેર કરી દેવામાં આવ્યુ છે. જેમા કોમર્સ - 05, ગુજરાતી - 13, સંસકૃત - 09, હિન્દી - 10, ઇતિહાસ - 05 , કેમેસ્ટ્રી - 00 મળી કુલ 45 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

અન્ય સમાચારો પણ છે...