નિનામાની વાવમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાતાં કાર્યવાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા પોલીસે નિનામાનીવાવ ગામના બુટલેગરના મકાનમાં પ્રોહી છાપો માર્યો હતો.તેના ઘરમાંથી 9020નો 92 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લીમખેડા પોલીસ મથકની બાંડીબાર આઉટ પોસ્ટના હે.કો.સંજયભાઈ તથા અમિતભાઈ પ્રોહી ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ ફરજ બજાવતા હતા. દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નિનામાનીવાવ ગામનો લિંબા માના તડવી પોતાના ઘરે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે. જેથી બંને પોલીસ જવાનોએ લીંબા તડવીના મકાનમાં છાપો માર્યો હતો. પોલીસને જોઈ તે ઘરેથી નાસી છુટ્યો હતો.તેના ઘરમાંથી 9020 રૂપિયાનો 92 બોટલ જુદા જુદા મર્કાનો ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ગેરકાયદેસર દારૂ વેચનાર ફરાર

અન્ય સમાચારો પણ છે...