તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાપરગોટાના ગ્રામજનોે દ્વારા ચૂંટણીનો બહિષ્કાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાના ચાપરગોટા ગામે ગ્રામજનોએ રાજકીય પક્ષોને ગામમાં પ્રચાર કરવા પ્રવેશ નહીં કરવાનું બેનર માર્ય છે. પ્રાથમિક સુવિધા મળતી ન હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ન્યાય નહીં તો વોટ નહીં નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતો.

એક તરફ દેશમાં ચુટણીનો મહોલ જામવા સાથે પહેલા તબક્કાનુ મતદાન થઈ ગયુ છે હાલ ચુટણીનુ વાતાવરણ ચરમસીમા જેવુ છે જેમાં દરેક પક્ષો રાજકીય નેતાઓ પોતાના મતદાન ક્ષેત્રોમાં વચનો અને ભાષણોથી લોકોને આકષિઁત કરવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે ચુટણીમાં પોતાની જીત મેળવવા માટે તમામ પ્રકારના દાવ રમી રહ્યા છેત્યારે બોડેલી તાલુકાના ચાપરગોટા ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ એક જૂથ થઈ ચૂંટણીનો બહીષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. મુખ્ય કારણ ગામના વિવિધ વિકાસના કામો ઓન પેપર ચોપડે પુર્ણ થઈ ગયા છે. જ્યારે વાસ્તવિકતામાં કામો થયા જ નથી. જેના નાણાં પણ ઉપડી ગયા છે. હાલમાં સિંચાઈ સહીત પીવાના પાણી સાથે હેન્ડપંપો ડચકા ખાતા પાણીની સમસ્યા ગંભીર બની છે.

ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. જે બાબતે પાંચ માસ પૂર્વે ગામની યોજાયેલ ગ્રામસભામાં તેમજ આ વિસ્તારના ધારાસભ્ય, સાંસદને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ચાપરગોટાના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેના નિર્ણય સાથે ન્યાય નહીં તો મત નહીં તેમજ કોઈપણ રાજકીય પક્ષે ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે પ્રવેશ ન કરવાના બેનરો લગાવવા સાથે આજરોજ ગ્રામજનો સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોનું માનવું છે કે કોઈપણ રાજકીય પક્ષને અત્યાર સુધી ગ્રામજનોએ ખોબેખોબા ભરી મત આપ્યા. પરંતુ તેમની સમસ્યાનું કોઇ કાયમી નિરાકરણ આવ્યું નથી. તેથી આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે.

સંખેડા . છોટાઉદેપુર . પાવીજેતપુર . નસવાડી . શિનોર . બોડેલી
વડોદરા બુધવાર, 17 એપ્રિલ, 2019
ચાપરગોટા ગામે ગ્રામજનો સુત્રોચ્ચાર સાથે ન્યાય નહી તો મત નહીના નારા લાવી વિરોધ નોંધાવ્યો હતો.તસવીર દિગ્વિજયસિંહ રણા

| 4
અન્ય સમાચારો પણ છે...