તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનરલ ઓબ્ઝર્વર દ્વારા ચૂંટણી કામગીરીની સમીક્ષા કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની 21-છોટાઉદેપુર બેઠકના નિમાયેલા મહા નિરીક્ષક(જનરલ ઓબ્ઝર્વર) છત્તરસિંહ દેહરેએ આજે કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે છોટાઉદેપુર બેઠકની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે હાથ ધરાયેલ કામગીરીની જાણકારી મેળવી સમીક્ષા કરી હતી.

કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષક છત્તરસિંહ દેહરેએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રા અને એક્ષપેન્ડિચર મોનિટરિંગ સેલ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, આદર્શ આચારસંહિતા જિલ્લાકક્ષાના મુખ્ય નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક પી.એ.ગામીત, જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભાભોર, નાયબ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર આઇ.એચ.પંચાલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત એમ.એમ.પટેલ સહિત ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી 21-છોટાઉદેપુર સંસદીય બેઠકમાં તા.23મી એપ્રિલ-2019ના રોજ યોજાનારા મતદાન સંદર્ભે ભારતના ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેની સાથોસાથ 21-છોટાઉદેપુર સંસદીય બેઠકના મતદાન મથકોની સંખ્યા, મતદારોની સંખ્યા, ચૂંટણીલક્ષી તાલીમ, શેડો એરિયામાં સંદેશાની આપ-લે માટે વૈકલ્પિક સુવિધાની ઉપલબ્ધિ વગેરે જેવી આંકડાકીય જાણકારી મેળવી સમીક્ષા કરી હતી. બેઠક પહેલાં ખર્ચ નિરીક્ષક પ્રશાંત પાટીલ તથા સદામકુમાર યાદવે સેવા સદન ખાતે કાર્યરત એમ.સી.એમ.સી.સેન્ટરની મુલાકાત લઇ એમ.સી.એમ.સી. સેન્ટરમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

લોકસભાની 21-છોટાઉદેપુર બેઠકના નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર છત્તરસિંહ દેહરેએ કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે છોટાઉદેપુર બેઠકની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે હાથ ધરાયેલ કામગીરીની જાણકારી મેળવી સમીક્ષા કરી હતી.તસવીર વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...