તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી ઇફેક્ટ : 9 દિ\'માં 6 બુટલેગરો પાસા હેઠળ વિવિધ જેલોમાં ધકેલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ પોલીસ દ્વારા વિદેશીદારૂ તથા ગૌમાસની હેરાફેરીમાં વારંવાર ઝડપાતા આરોપીઓને અંકુશમાં રાખવા માટે છેલ્લા નવ દિવસમાં છ આરોપીઓને પાસા હેઠલ જેલમાં મોકલી આપ્યા છે.

ઉમરેઠ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા વાસ્તવિક સ્થિતિને અંકુશિત રાખવા માટે તાલુકામાં વારંવાર વિદેશીદારૂ તથા ગૌમાસ સહિતના ગુનામાં સંડાવાયેલા 6 આરોપીઓને પાસ હેઠળ મોકલવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ પાસાની દરખાસ્ત કલેક્ટરે મંજૂર કરતાં ઉમરેઠ પોલીસ દ્વારા વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા ડાકોરના રાજુ નવલસિંહ સોલંકીની અટકાયત કરી પ્રીવેન્સન્સ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવીટીસ એટલે કે પાસા હેઠળ વડોદરા મદયસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ ગૌમાસના ગુનામાં સંડોવાયેલા સુરેલીના હૈદરખાન મહંમદખાન પઠાણને સીની પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.ખાંટની આગેવાનીમાં રાજકોટ મદયસ્થ જેલમાં ધકેલમાં આવ્યો હતો.

ક્યાં કેસમાં કંઇ જેલમાં ધકેલાયાં
[1] વિદેશી દારૂનો જથ્થો રાખવા તેમજ વેચાણમાં બેચરીના નટુભાઈ સોમાભાઈ સોલંકી-રાજકોટ જેલ

[2]વિદેશીદારૂનો જથ્થો રાખવા તેમજ વેચાણમાં બેચરીના દિનેશ નટુભાઈ સોલંકી-રાજકોટ જેલ

[3] ગૌમાંસની હેરાફેરીમાં સુરેલીના મુર્તુજાખાન ઉર્ફે તોફીકખાન ફકરુખાન પઠાણ - સુરત જેલ

[4] ગૌમાંસની હેરાફેરીમાં સુરેલીના અલિયારખાન ઉર્ફે મુન્નો મહંમદખાન પઠાણ- સુરત જેલ

[5]વિદેશીદારૂનો જથ્થો રાખવા તેમજ વેચાણમાં ડાકોરના રાજુ નવલસિંહ સોલંકી- વડોદરા જેલ

[6]ગૌમાંસની હેરાફેરીના ગુના સબબ સુરેલીના હૈદરખાન મહંમદખાન પઠાણ- સુરત જેલ

અન્ય સમાચારો પણ છે...