તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પટવાણ પ્રા.શાળામાં શૈક્ષણિક પ્રવાસ પર્યટનનું આયોજન કરાયંુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડા. લીમખેડા તાલુકાના બાર કલસ્ટરમાં આવેલી પટવાણ પ્રાથમિક શાળામાંથી તા.6 અને 7 જાન્યુઆરીને બે દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 70 બાળકો અને 8 શિક્ષકોએ વિવિધ સ્થળો જેવા કે ઐતિહાસિક સ્થળ ચાંપાનેર, ધાબાડુંગરી, સયાજીબાગ, આજવા નિમેટા, પોઇચા, સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જે શૈક્ષણિક, પ્રેરણાદાયી, આનંદિત અને યાદગાર રહી હતી.

વિરપુરની સીએમ દેસાઈ હાઇસ્કૂલ ખાતે મહિલાઓ માટેનો ‘કવચ’ કાર્યક્રમ
વિરપુર. વિરપુરની દેસાઈ સી એમ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા કવચ પ્રોગ્રામનું લોન્ચિંગ કરવામા આવ્યું. ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા આયોગના સભ્ય સચિવ વીણા બેન પટેલ , જિલ્લા પંચાયતના સભ્ય પિનાકિન શુકલ , કેળવણી મંડળના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા , મંત્રી દિલીપ શુકલ , વિરપુર સરપંચ દીપિકા બેન સોની , નારી અદાલત મહીસાગરના ડિસ્ટીકટ કોડીનેટર મૂકતી બેન જોષી સી એમ દેસાઈ હાઇસ્કુલ આચાર્ય કે પી પટેલ વિરપુર કોલેજ પ્રોફેસર સુજીત ત્રીપાઠી તેમજ મોટી સંખ્યા મા બહેનો હાજર રહી હતી. લીલાબેન અંકોલીયાએ જણાવ્યુ હતુ કે મહિલા પોતે સક્ષમ બને તે માટે કવચ જેવા કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓનો આર્થિક સમાજિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે બહેનોને ટ્રેનીંગ આપવા આવે છે. જેના માટે આયોગ દ્વારા ટીમ બનાવવામા આવી છે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો
સંજેલી ખાતે આવેલ અભિનંદન અને સંસ્કાર વિદ્યાલય ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી ભાઇ બહેનોએ શાળાના વિદ્યાર્થી ભાઇ બહેનોને ડોક્ટરી તપાસ કરી યોગ્ય સલાહ સુચનો આપ્યા હતા. સંસ્કાર વિદ્યાલયના ધો.1 થી 8ના બાળકો તતા અભિનંદનમાં શાળાના વિદ્યાર્થીઓએ એક બાળ ડોક્ટરનો કાર્યક્રમ યોજી શાળામાં નવો રાહ ચિંધ્યો હતો. વનર્સ તથા ડોક્ટરનું પાત્ર ભવીને સૌને મંત્રમુગ્ધ કર્યાહતા. ધો.9ની વિદ્યાર્થિની મશ્કેન આઇમનનો પ્રથમ નંબર આવતા પ્રમુખ રતનસિંહભાઇ બારીઆએ બાળડોક્ટરનું પાત્ર ભજવતી બાળાને ડોક્ટરી કિટનું વિતરણ કર્યુ હતું.

શહેરામાં માં અંબેના પ્રાગટય દિનની ઉજવણી કરાઈ
શહેરા. શહેરામાં માઁ અંબેના પ્રાગટય દિનની માઈ ભક્તો દ્વારા ઉજવણી કરાઈ હતી. લખારા સોસાયટી અને મેઇન બજારમા અંબેમાઁના મંદિર ખાતે માઈ ભક્તોએ કેક કાપીને ઉજવણી કરી હતી ભજન કિર્તનની રમઝટ સાથે ભક્તોએ આરતી અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો માઁ અંબેના પ્રાગટયનો દિવસ શહેરા સહિતમાં ધામધૂમ પૂર્વક માઈભક્તો દ્વારા ઉજવણી કરાઈ હતી. મેઇનબજાર અને લખારા સોસાયટીમા આવેલ અંબે માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માઇ ભક્તોની માતાજીના દર્શન કરવા માટે અવર જવર રહી હતી. જય અંબેના નાંદ સાથે કેક આપી હતી.

શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજમાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી
દાહોદ. ગુર્જર ભારતી ટ્રસ્ટ દાહોદ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ દાહોદમાં હિન્દી વિભાગ દ્વારા વિશ્વ હિન્દી દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ કવિતા પઠન, વકૃત્વ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. પારૂલસિંહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. હિન્દી વિભાગના અધ્યાપકો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

લીમખેડા તાલુકા આરોગ્ય કચેરી મુકામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
લીમખેડા. લીમખેડા તાલુકા આરોગ્ય કચેરી અને રેફરલ હોસ્પિટલ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડાના સંયુક્ત ઉપક્રમે તાલુકા આરોગ્ય અધિકારી ડો.સી.એમ.મછાર દ્વારા લીમખેડા બ્લોક હેલ્થ કચેરી મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી ડી. કે.હડિયેલ તથા લીમખેડા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ તેમજ લીમખેડાના જાગૃત નાગરિકો દ્વારા ૧૨ યુનિટ રકત દાન કરવામાં આવ્યું હતું. એકત્ર થયેલું રક્ત યુનિટનો ઉપયોગ જરૂરિયાતમંદ સગર્ભા માતાના હિત માટે વાપરવામાં આવશે તેવું આરોગ્ય અધિકારી ડો.સી.એમ. મછારે જણાવ્યું હતું.

કારઠની ઉ.મા. વિદ્યાલયમાં કલામહાકુંભ
ઝાલોદ. રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા ઝાલોદ તાલુકાનો કલામહાકુંભ કારઠ ખાતે આવેલ ગ્રામ સેવા માધ્યમિક અને ઉ.માં. વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા જણાવ્યું કે સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પડેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે. આજે યોજાયેલ કલામહાકુંભ માં ઝાલોદ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

દાહોદ ખાતે આજથી 31 મા માર્ગ સલામતી સપ્તાહનો શુભારંભ થશે
દાહોદ. ભારત સરકારના આદેશ અનુસાર ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર તરફથી ‘ગુજરાત રાજ્ય સેફટી વીક-2020’ની ઉજવણી કરવા જણાવાયું છે. આ અંતર્ગત આજે તા.11-1-’20 ના રોજ સવારે દાહોદ આર.ટી.ઓ.કચેરી ખાતે 31 મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો દાહોદ એ.આર.ટી.ઓ. વી.કે પરમાર, દાહોદ ટ્રાફિક પી.એસ.આઈ. આઈ.એ.સીસોદીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થનાર છે.

દાદપુરી ધામમાં ભારત માતાના મંદિરનું રિનોવેશન પૂરજોશમાં
સંજેલી. પુજય શ્રી જયોતિસર મહારાજ તથા પુ . જીતમાતાજીના આશીવાર્દથી પાંચપંચ અને સાધુસંતો મેટફોટવાળ સેવાધારી ભકત મંડળના સહયોગથી પવિત્ર એવા દાદપુરી ધામમાં છેલ્લા કેટલાક સમયથી ભારતમાતાના મંદિરનું રીનોવેશનનું કામ ચાલી રહ્યુ છે. તા.૧૪ જાન્યુઆરી નારોજ મકરસક્રાંતિને લઈને આ ધામમાં ખાસકરીને ઘી તલનો હવન કરવામાં આવે છે. નિકળંગી વેશ (સફેદ વસ્ત્રો)માં જ ભાવિક ભકતો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત વિસ્તારમાંથી દૂરદૂરથી ભાઇબહેનો બાળકો મોટી સંખ્યામાં આવે છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ભારતમાતાના મંદિરનુ રીનોવેશનનુ કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. સમાજમાં ફેલાયેલા કુરીવાજ અંધવિશ્વાશ ડીજે જેવા ખોટાખર્ચ સામે જાગૃતિ લાવવા આદિવાસી સમાજની મોટી સંખ્યામાં બેઠક મળશે.

શહેરાથી સામાજિક સમરસતા યાત્રાનું પ્રસ્થાન
દાહોદ. હિંદુ સમાજમાં સ્નેહસભર બંધુત્વની ભાવના પ્રગટે તેવા શુભાશયથી નીકળેલી સ્વામી વિવેકાનંદ સમરસતા યાત્રા આજે દાહોદમાં પ્રવેશ કરશે. સામાજિક સમરસતા મંચ, દાહોદ દ્વારા દાહોદમાં આ યાત્રાના આગમન બાદ ભજનસંધ્યા એન જાહેર સભાનું આયોજન થયું છે. આજે તા.11 જાન્યુઆરીના રોજ ગરબાડાના દેવધા મંદિરથી સવારે સાધુસંતોની ઉપસ્થિતિમાં આરંભ થયા બાદ ધાર્મિક, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકાના જુદાજુદા ગામોમાં ફરી ગરબાડા ચોકમાં જાહેર સભા થશે.બાદમાં દાહોદમાં સાંજે પડાવ ચોકડીથી પ્રવેશ પામ્યા બાદ રાતના 8.30 કાકાએ જલારામ મંદિરે ભજનસંધ્યા યોજાશે. અને અત્રે રાત્રી રોકાણ બાદ તા.12-1-’20 ના રોજ સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સવારે 9.30 કલાકે એક જાહેર સભા યોજાશે.

દાહોદમાં પીએમજી દિશા કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો
દાહોદ. સીએસસી ઇ-ગવર્નસ પ્રા.લિમેટેડ ભારત સરકાર અંતર્ગત દાહોદ જીલ્લામાં દિલ્હી ટીમ અને ગાંધીનગર સીએસસીની વિવિધ સર્વિસ હેતુથી વર્કશોપ યોજયો હતો. જેમાં ૧૩ જિલ્લાના સીએસસી જિલ્લા મેનેજર તેમજ દિલ્હી હેડ ઓફિસથીથી પધારેલ ઉર્વશી ત્યાગીબેન અને ગાંધીનગરથી પધારેલ સ્ટેટ મૅનેજર રોહિત પટેલ, મનોજ નિમાવત તેમજ સીએસસી ટીમ તથા સીએસસી વીએલઇ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

મૌલિન શુકલને બ્રહ્મ ગૌરવ એવૉર્ડ એનાયત
લીમખેડા. બાંડીબાર હાઈસ્કૂલના શિક્ષક દિવાકર શુકલના પુત્ર મૌલિન શુકલને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્રારા તા ૫ જાન્યુઆરીના રોજ અડાલજ જી.ગાંધીનગર મુકામે આયોજિત કાર્યક્રમમાં વિશિષ્ટ કૌશલ્ય હાસ્ય કલાક્ષેત્રે બ્રહ્મ ગૌરવ એવૉર્ડથી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો