તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘુટીયાશાળામાં બાળ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડા. લીમખેડા તાલુકામાં આવેલા બાર સી.આર.સી.માં સમાવિષ્ટ ઘુટીયા પ્રા.શાળામાં તા.24 ફેબ્રુ.ના રોજ બાળ સંસ્કાર કેન્દ્રમાં બાળકોને પ્રેરક સંસ્કારલક્ષી વાર્તાઓ, સંસ્કારો, ગુણો, નિયમો તથા વ્યસનમુક્તિ વિશે પ્રેરક ઉદબોધન કર્યું હતું. કેન્દ્રમાં સીઆરસી કો.ઓર્ડિ., બાર કલસ્ટરના બાળ સંસ્કાર કેન્દ્રના કન્વીનર, એસએમસી અધ્યક્ષ, બાળકો હાજર રહ્યા હતા.

ભારત કે મન કી બાતના રથનું સ્વાગત કરાયું
ઝાલોદ. ઝાલોદમાં ભારત કે મન કી બાતના રથનું પ્રસ્થાન થયું હતું.તાલુકાનાં ગામો બાદ હવે આ રથ નગરના વિસ્તારોમાં ફરશે.જેમાં કેન્દ્ર સરકારના વિવિધ કામોની માહિતી આપશે.સાથે લોકો પોતાના વડાપ્રધાનને સૂચન આપવા માટે રથની પેટીમાં લેખિતમાં આપી શકશે.લલિતભાઈ ભૂરીયા,શહેર પ્રમુખ ટપૂ વસૈયા સહિત ભાજપની ટીમે રથનું સ્વાગત કરીને અવકાર્યો હતો.

રામદેવ આશ્રમ શાળામાં બાળરોગ નિદાન કેમ્પ
સંજેલી. સંજેલીના જશુણી ખાતે આવેલ શ્રી રામદેવ આશ્રમ શાળા ખાતે તા.24ના રોજ સંજેલીની ડો. શિલ્પન આર. જોષી મે હાઇસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય સ્વ. રજનિકાંત જે દેસાઇના સ્મરણાર્થે તેમના પુત્ર ડો. હેતલ આર. દેસાઇ આકાંક્ષા હોસ્પિટલ સુતના સૌજન્યથી બાળરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિર શહીદો માટે ફાળો એકત્ર કરાયો
ગોધરા : વિર શહીદો માટે દયાળ મુ.પ્રા.શાળા તા.ગોધરાના વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક રીતે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. જે શાળાના આચાર્ય વિજયકુમાર દ્વારા ઓનલાઇન સરકારની રાહત ફંડમાં જમા કરાવ્યો હતો. આ બાળકોમાં મદદ, સહકારની ભાવના વિકસે અને દેશ માટે કંઇ કરી છુટવાની ભાવના ઉદભવે તે માટે આ પ્રવૃતિનું આયોજન કર્યુ હતુ.

બાલાશિનોરમાં ઉર્જા ઉત્સવની ઉજવણી
બાલાશિનોર : બાલાશિનોર નગરની પી.વી.વિદ્યાલયમાં ડો.કલામ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે જીલ્લાકક્ષાના ઉર્જા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિસાગર જીલ્લાની 30 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ઉર્જા બચત અંગેનું પ્રદર્શનમાં રાખવામાં આવ્યુ હતુ.

વીરપુરમાં વાલ્મિકી સમાજના લોકોને ભોજન કરાવ્યુ
વીરપુર : વીરપુરના શુક્લ કારભારી પરિવારના મુકેશભાઇ શુક્લના પૌત્ર અને પિનાકીનભાઇ શુક્લના પુત્ર પૃથ્વીરાજના લગ્ન પ્રસંગે,સૌ પ્રથમ વાલ્મિકી સમાજ (સફાઇ કર્મચારી)ની સમગ્ર જ્ઞાતીને પોતાના ઘરના આંગણામાં કુટુંબના સભ્યોએ જાતે પીરસીને ભોજન કરાવ્યા પછી જ પોતાનો પ્રસંગ ચાલુ કર્યો.શુક્લ પરિવાર દર વર્ષે વાલ્મિકી સમાજને પોતાના ઘરે જમાડી વસ્ત્રદાન,ચંપલદાન,સ્વેટરદાન કરતા આવ્યા છે.

ગાંગરડીમાં આચાર્યનો વિદાય સમારંભ યોજાયો
શ્રી જે (કે) એમ તન્ના હાઇસ્કૂલ ગાંગરડીમાં 84 થી 94 સુધી શિક્ષક તરીકે અને 94 થી આજદીન સુધી આચાર્ય તરીકે વી.આર.શાહએ સફળતાપૂર્વક નોકરી કરીને શાળા સફળતાના શિખરો સર કરી જિલ્લા રાજ્યમાં ગૌરવ વધાર્યુ છે. તેઓ વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારંમભ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ તથા વડીલો, ગ્રામજનો, બાળકો હાજર રહ્યા હતા.

રાજ્યની કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
વાંડો નેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશીપ 2019ની રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાઇ હતી. જેમાં શ્રી હસ્તેશ્વર ગુજરાતી અને ઇગ્લીશ મીડિયમ શાળાનો વિદ્યાર્થી શાહ સાગર સુભાષભાઇ પ્રથમ ક્રમાંકે વિજેતા થઇ સમગ્ર શાળાનું તાલુકાનું તેમજ જીલ્લાનું નામ રોશન કર્યુ હતું. શાળાના સંચાલક મંડળના સહમંત્રી ભરતભાઇ ભરવાડે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો