તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને ટક્કરે લેતાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરખેજ બાવળા હાઇવે પાસે આવેલા સાણંદના મોરૈયા ગામના પાટિયા પાસે ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે ચાંગોદર પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શનિવારે સાણંદ તાલુકાના મોરૈયા ગામના પાટિયા પાસે રોડ પર માતેલા સાંઢની માફક ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડ ક્રોસ કરી રહેલા પરસોત્તમભાઈ કાળાભાઈ પરમાર (ઉ.50 રહે.બદરખા ગામ)ને અડફેટે લીધા હતા. જેમાં તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકો એકઠા થઇ જવા પામ્યા હતા. ઘટનાની જાણ ચાંગોદર પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને લાશને.પી.એમ માટે ખસેડી હતી. આ અંગે બાવળાના દાદનભાઈ સુલેમાનભાઈ વોરાએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ફરાર ડમ્ફર ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સરખેજ બાવળા રોડ પર ગામો પણ આવેલા તેમજ GIDC એકમો પણ આવેલ છે અને આ હાઇવે પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં નિર્દોષ લોકોનો જીવ પણ જાય છે તો કોઈને ઈજાઓ થવા પામે છે ઉલ્લેખનીય છે કે રોડ પર માતેલા સાંઢની માફક દોડતા વાહન ચાલકો ખાસ કરીને ઓવર સ્પીડે જતા ડમ્પર ચાલકોને કાયદાનું ભાન કરાવવાની તાતી જરૂરીયાત છે. હાઇવે હોવાને કારણે ડમ્પર સહિતના વાહનચાલકો બેફામ વાહનો હંકારતા હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થય છે અને નિર્દોષો મોતને ભેટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો