તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવાગઢના વડાતળાવને ભરવાના કામનું ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાવાગઢ નજીકના વડાતળાવને 15 કિમી જેટલી નજીકથી પસાર થતી નર્મદા નહેરમાંથી ઉદવહ્ન દ્વારા પાણી ભરવાના પાઈપલાઈન અને પમ્પિંગ સ્ટેશનનું ખાત મૂહુર્ત કરતા પાણી પુરવઠા રાજ્ય મંત્રી પરબતભાઈ પટેલે ઉપર મુજબ કહ્યું હતું. નર્મદા યોજનાના ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પાર પાડી સરકારે રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીને લોક સમસ્યાઓ દૂર કરી છે. રાજ્યના 13 હજાર ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણી અને 64 લાખ હેક્ટર કરતા વધુ જમીન વિસ્તારને સિંચાઈની સગવડ ઉપલબ્ધ કરાવી છે. અંબાજીથી ઉમર ગામના આદિવાસી પટ્ટામાં વિશેષ સુવિધાઓ ઉભી કરી છે તેમ જ આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે તેમ વધુમાં મંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે નર્મદા નીરના કુંભનું વડા તળાવમાં વિસર્જન કર્યું હતું. પાવાગઢથી આશરે 5 કિમી દૂર આવેલા વડા તળાવની 82.24 એમ.સી.એફ.ટી પાણીની સંગ્રહ શકિત છે. તળાવની આસપાસના ઝાંખરીયા, રાયણ વાડીયા, ગોકુળપુરા, જેપુરા અને તરખંડા ગામોને સિંચાઈના પાણી મળી રહે છે. રૂ.22 કરોડની આ યોજના 11 માસના ટૂંકા ગાળામાં પૂર્ણ થશે. જેનાથી રવિ અને ઉનાળાની ઋતુમાં પણ આ ગામોના ખેડૂતોની 275 હેક્ટર જમીનને સિંચાઈના પાણી ઉપલબ્ધ થશે. તેમજ આસપાસના વિસ્તારોના તળાવ અને કૂવાના પાણીના તળ ઉંચા આવશે.

પંચ તંત્ર
નર્મદા મુખ્ય નહેરમાંથી પાણીનું ઉદવહન કરી પાવાગઢ નજીક આવેલા વડાતળાવને ભરવાના કામનું ખાત મૂહુર્ત કરવામાં આવ્યુ. મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો