તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા તાલુકામાં ડ્રોનથી રેતીની લીઝોની તપાસ કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકામાં ખાણખનીજ ખાતાની ટીમ દ્વારા ડ્રોનથી રેતીની લીઝોની તપાસ કરાઇ. છેલ્લા કેટલાય સમયથી સંખેડા તાલુકામાં રેતીની લીઝો બાબતે ફરિયાદો ઉઠતી હતી. જિલ્લા કલેક્ટરના સપાટા બાદ મોડેમોડે જાગેલી ખાણખનીજ ખાતાની ટીમ દ્વારા કાર્યવાહી કરવાની શરૂઆત કરાઇ.ખાણખનીજની ટીમ આવતા રેતી ખનન બંધ થયું.

સંખેડા તાલુકામાં ચાલતા રેતી ખનન બાબતે આજે છોટાઉદેપુર જિલ્લા ખાણખનીજની ટીમ દ્વારા આજે ડ્રોન ઉડાડીને ઓરસંગ નદીમાં સંખેડા તાલુકામાં ચાલતા રેતી ખનનની તપાસ કરી હતી. આ બાબતે ચકાસણી કરાતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. સંખેડા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી બેનંબરી ચાલતા રેતી ખનન સંદર્ભે ફરિયાદો ઉઠી રહી છે. ગત માસે જિલ્લા કલેક્ટર દ્વારા પણ સંખેડા તાલુકામાં રેતીની લીઝોમાં આકસ્મિક ચકાસણી હાથ ધરાઇ હતી. સંખેડા તાલુકાના પીપળસટ ગામે પણ રેતીની લીઝમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. અત્રે એક ટ્રક પલટી મારેલી હાલતમાં પડેલી હતી. જોકે ટ્રક સાથે ડ્રાઇવર કે અન્ય કોઇ ઉપસ્થિત નહોતા. હાલમાં છોટાઉદેપુર ...અનુસંધાન પાના નં.2

ખોટુ ખોદકામ હશે તો કાર્યવાહી કરાશે
આજે ડ્રોન ઉડાડીને સંખેડા ઓરસંગ નદીમાં સર્વે કરાયું છે.જેમાં જો ખોટુ ખોદકામ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. ભાવેશ પરમાર, છોટાઉદેપુર ખાણખનીજ કચેરી કર્મચારી

ખાતાની નિષ્ક્રિયતા છતી છતાં કાર્યવાહી કરાઈ
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા દ્વારા બેનંબરી રેતી ખનન ઉપર રીતસર તવાઇ લાવી છે.દિવસ-રાત રેડ કરીને બેનંબરી રેતી ખનનને ઝડપ્યા છે.છેલ્લા દોઢેક મહિનાથી જિલ્લા કલેક્ટરની આ કાર્યવાહીથી ખાણખનિજ ખાતાની છોટાઉદેપુરની કચેરીની નિષ્ક્રિયતા છતી થઇ હતી.તાજેતરમાં વડોદરા જિલ્લાના અધિકારીને ચાર્જ સોંપાયા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે.

છેલ્લા કેટલાય સમયથી સંખેડા તાલુકામાં રેતીની લીઝો બાબતે ફરિયાદો ઉઠતી હતી. જેથી સંખેડા તાલુકામાં ખાણખનીજ ખાતાની ટીમ દ્વારા ડ્રોનથી રેતીની લીઝોની તપાસ કરવામાં આવી હતી. તસવીર - સંજય ભાટીયા

અન્ય સમાચારો પણ છે...