તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાઇવર્ઝન માર્ગ પર માટી મેટલ નાંખતાં વાહન ચાલકોને હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિનોર તાલુકામાં મોલેથા નજીક અને મીઢોળ નજીક નાળા બનાવવાની કામગીરી ચાલે છે. આ નાળાઓની સાઇડમાં અપાયેલા ડાયવર્ઝન આપવામાં આવેલ છે. આ ડાયવર્ઝન સરકારી નિયમાનુસાર ન બનેલા હોવાથી વાહન ચાલકોને ભારે વિપદા ભોગવવી પડે છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન ન બનાવતા વાહનચાલકોને ભારે વિપદા ભોગવવી પડે છે.

રાજ્ય ધોરીમાર્ગના તાબાના પર મીઢોળ નજીક મોટું નાળું બનાવવાની કામગીરી છેલ્લા બે માસથી ચાલે છે. ઉંચા-નીંચા ટેકરાવાળા માર્ગ પર સાઇડમાં અપાયેલ ડાયવર્ઝનનો માર્ગ નિયામાનુસાર બનાવેલ નથી. કામચલાઉ ડાયવર્ઝનનો માર્ગ પાકો ડામર રોડ બનાવવાનો હોય છે. પરંતુ ઉંચા ઢાળવાળો ડાયવર્ઝન માર્ગ માત્ર માટી મેટલનો કાપી સડક બનાવેલ છે. પાંચેક માસના સમયગાળા સુધી આ કામગીરી ચાલે ત્યારે આ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થવાથી આ માર્ગ અવરજવર કરતા વાહનોને ભારે વિપદા પડે છે. રોડ સાઇડના ડાયવર્ઝનનો માર્ગ પાકો રસ્તો કામ ચલાઉ બનાવવાનો હોય છે. ઇજારદારને નિયમોની ખબર છે કે નહિ. માર્ગ અને મકાન વિભાગ આ નિયમનું અમલ કરાવતા નથી. મોલેથા પાસે નવા બનતા નાળાની સાઇડનું ડાયવર્ઝન ભારે દળથી અને ધૂળથી ભરેલો ડાયવર્ઝન રોડ છે. ઉડતી ધૂળથી સામ સામે વાહન પણ જોઇ શકાતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો