છનિયાર પ્રાથમિક શાળામાં બે કોમ્પ્યુટર સેટનું દાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા)| ચુંવાળ પંથકની છનિયાર પ્રાથમિક શાળામાં બે કોમ્પ્યૂટર સેટનું દાન કરવામાં આવ્યું છે. દેત્રોજ તાલુકા છનિયાર ગામના વતની હાલ મુંબઈ શાંતાબેન મફતલાલ શાહ પરિવારે પ્રાથમિક શાળામાં બે કોમ્પ્યૂટર સેટનું દાન કરવામાં આવતા શાળા પરિવાર તથા ગ્રામજનોએ તેઓનો આભાર વ્યક્તિ કર્યો હતો. પરિવાર મુંબઈ સ્થાયી હોવા છતાં માદરે વતનનું ઋણ ચૂકવવાના વિચારને લોકોએ બિરદાવ્યો હતો.