તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ તસ્કરીમાં 6 જૈવિક માતાઓના DNA કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલિરાજપુર પોલીસનો છેલ્લા છ મહિનાથી તપાસનો ધમધમાટ : 17 આરોપીને જામીન મળ્યાં ડો. રાજુને હજી મળ્યાં નથી
ભાસ્કર ન્યુઝ સંખેડા

બહુચર્ચિત આંતરરાજ્ય બાળ તસ્કરી મામલે અલિરાજપુર પોલીસે વધુ છ સંભવિત જૈવિક માતાઓના DNA ટેસ્ટ કરાવ્યા.છ જૈવિક માતાઓ પૈકી બે ગુજરાતની અને ચાર મધ્યપ્રદેશની છે.આ છ જૈવિક માતાઓ સાથે અત્યાર સુધી આ મામલે કુલ 45 વ્યક્તિઓના ડી.એન.એ.ટેસ્ટ કરાવાયા છે.

નવેમ્બર મહિનામાં ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશના અલિરાજપુર શહેરથી ઉજાગર થયેલા આંતરરાજ્ય બાળ તસ્કરી કાંડમાં છોટાઉદેપુર શહેરની કેસર હોસ્પીટલના ડૉ.એ રાજુ અને તેમના સ્ટાફના પણ કેટલાક કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી.આ સિવાય અલિરાજપુરના શૈલુ રાઠોડ સહિત 28 આરોપીઓની અટકાયત કરાઇ ચુકી છે.આ મામલે અલિરાજપુરની પોલીસ દ્વારા છેલ્લા છ મહિનાથી તપાસ ચલાવાઇ રહી છે.આ સમયગાળામાં અલિરાજપુર પોલીસ દ્વારા 14 જેટલા બાળકોને રિકવર કરવામાં આવ્યા છે.જેમાંથી કેટલાક ગુજરાતમાં તો કેટલાક મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લા સહિતના આસપાસના જિલ્લામાં બાળકો વેચાયા હતા.આ મામલે અલિરાજપુર એસ.પી.વિપુલ શ્રીવાસ્તવના સતત માર્ગદર્શન હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનના ટાઉન ઇનસ્પેક્ટર દિનેશ સોલંકી દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.રિકવર થયેલા બાળકોને ઇન્દોર ખાતેના શિશુ ગ્રુહમાં મોકલી દેવામાં આવ્યા છે.પોલીસ દ્વારા આ તપાસ દરમિયાન રિકવર થયેલા બાળકો,તેમની પાલક માતા-પિતા તેમજ જૈવિક માતાઓના ડી.એન.એ.ટેસ્ટ કરાયા હતા.અત્યાર સુધી એક જ જૈવિક માતાનો ડી.એન.એ.ટેસ્ટ કરાયો હતો.જ્યાર બાદ એક સાથે વધુ છ સંભવિત જૈવિક માતાઓને અલિરાજપુર પોલીસે શોધી કાઢી હતી.શોધી કઢાયેલી છ જૈવિક માતાઓ પૈકી બે જૈવિક માતાઓ ગુજરાતની તેમજ ચાર જૈવિક માતાઓ મધ્યપ્રદેશની હતી.ગુજરાતની બે પૈકી એક સંભવિત જૈવિક માતા જ્યારે કિશોરી હતી ત્યારે જ માતા બની ચુકી હતી.ટી.આઇ.દિનેશ સોલંકીએ આ બાબતે જણાવ્યું હતું કે,”બાળ તસ્કરી મામલે અત્યાર સુધી 28 આરોપીઓની અટકાયત કરાઇ છે.14 બાળકો રિકવર કરાયા હતા.અગાઉએ એક જૈવિક માતા અને હાલમાં બીજી છ સંભવિત જૈવિક માતાના ડી.એન.એ.ટેસ્ટ કરાયા છે.કુલ 45 વ્યક્તિઓના ડી.એન.એ.અત્યાર સુધી થયેલા છે.તમામના બ્લડ સેમ્પલ સાગર ખાતેની એફ.એસ.એલ.લેબમાં મોકલાયા છે.28 આરોપીઓ પૈકીના 17 આરોપીઓને જામીન મળ્યા છે.જેમાંથી 8ને હાઇકોર્ટમાંથી અને 9 ને સેશન્સ કોર્ટમાંથી જામીન મળેલા છે.ડો.એ રાજુને હજી સુધી જામીન મળ્યા નથી.”

પાદરા ડભોઈ
બોડેલી કરજણ
અન્ય સમાચારો પણ છે...