તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઢિયા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેઢિયા ગામે આવેલી દિવ્ય દ્રષ્ટિ કોલેજ સંકુલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો હતો. જેમાં ૩૦૦ જેટલા ઉમેદવારોને ખાનગી નોકરી દ્વારા પ્રાથમિક રીતે પસંદ કરવામાં આવ્યા હતા.

જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે ઉપસ્થિત ઉમેદવારોને રોજગાર કચેરીની કામગીરી સાથે નામ નોંધણી, કેરિયર કાઉન્સેલિંગ, રાજ્ય સરકારની યોજનાઓ, સ્વરોજગાર અને રોજગાર ક્ષેત્રોની પ્રવર્તમાન સ્થિતીની જાણકારી આપી હતી. આગામી મે માસમાં યોજાનારા આર્મી ભરતી મેળા અંગે પણ તેમણે સવિસ્તર માહિતી આપી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરે વિવિધ યોજનાકીય જાણકારી આપવા સાથે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં વ્યક્તિની કુશળતા રોજગારીના માપદંડમાં મોખરે હોવાથી ઉમેદવારોએ પોતાની કાર્યકુશળતાને સમયાંતરે અપડેટ કરવાની જરૂરિયાત હોય છે. અને વિશિષ્ટ કુશળતાના કારણે આવકમાં પણ વધારો થતો હોય છે.

આ પ્રસંગે ગોધરાના સાંસદ પ્રભાતસિહં ચૌહાણે ઉપસ્થિત રહીને ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.

કાલોલ તાલુકાના બેઢિયા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો