તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલના જનકપુરીમાં પાલિકાનું દુષિત પાણી આવતા રોષ ફેલાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ પાલિકા દ્વારા જંનકપુરી વિસ્તારમાં આવતું પાણી ડહોળુ અને દુર્ગંધ મારતુ હોવાથી રહીશોમાં ફફડાટ. સાથે પાલિકા તંત્ર સામે રોસ ફેલાયો છેઅગાઉ પણ નગરના વોર્ડ ન પાંચ માં રહીમ કોલોની કસ્બા વિસ્તારમાં પણ આવુ જ ગંદુ પાણી આવતા પાલિકા ના પાણી પુરવઠાતંત્રને જાણ કરવા છતાં કોઈ પગલા લેવામાં ન આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે

હાલોલ પાલિકા દ્વારા નગરજનો ને રોજિંદા વપરાશ તેમજ પીવા નું પાણી પાઇપ લાઈન દ્વારા પુરૂ પાડવામાં આવે છે. જેમાં મંગળવારના રોજ સવારે જનકપુરી વિસ્તાર માં નળ માંથી અશુદ્ધ, દુર્ગંધ મારતું ને ડહોળુ પાણી આવતા આ વિસ્તાર ના લોકો ચોકીં ઉઠ્યા હતા અને તેમના ઘરની પાઈપ લાઈનમાં કંઈક ખામી સરજાઈ હોય તેવું વિચારી રહ્યા હતા જ્યારે બીજા ના ઘરો માં પાણી કેવું આવે છે તેની તપાસ ગૃહિણીઓ દ્વારા કરતા જનકપુરી સોસાયટી ના અમુકજ વિસ્તારમાં આવું દુષિત પાણી આવતું હોવાનું માલુમ પડ્યું હતું , પાણી એટલું અશુદ્ધ, દુર્ગંધ મારતું અને ડહોળુ હતું કે તેને પીવા માટે તો શું પરંતુ રોજીંદા વપરાશ માં પણ વાપરી શકાય તેમ ન હતું.એક તરફ નગરજનો નગરમાં ફેલાતી ગંદકી થી થતા મચ્છર ના ઉપદ્રવથી થાકી ગયા છે ત્યારે પીવા તેમજ રોજીંદા વપરાશ માટે આવતા દુષિત પાણી થી પાણી જન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. જે અંગે વિસ્તારના રહીસો દ્વારા સેવાસદનના વહિવટી તંત્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો