DivyaBhaskar News Network
Nov 16, 2019, 07:46 AM ISTસાણંદ તાલુકાના સોયલા ગામે આવેલ શ્યામ વીલા સોસાયટીના રહીશોએ સાણંદ તાલુકા પંચાયતમાં ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે શ્યામ વીલા સોસાયટી ના જવા-આવવાના માર્ગે ઉપર ગટરનુ ગંદુ પાણીનો ભરાવો થયેલ છે. નળ નાખેલ છે પરંતુ આગળ બંધ કરતા સોયલા ગામનુ ગટર નુ પાણી શ્યામવીલા સોસાયટીમાં ભરાઈ રહ્યું છે. અને તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની અનેક શક્યતાઓ રહેલી છે. સમસ્યા અને સ્થાનિકોએ સોયલા ગામના સરપંચ અને તલાટીને રજૂઆત કરી છે તેમજ ઓનલાઇન અરજી કરેલ પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી સ્થાનિકોએ ટીડીઓને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાકીદે ગંદા પાણીની સમસ્યાનો નિકાલ માટે માંગ કરી છે. આ સોસાયટીમાં 20 પરિવારો વસે છે અને હાલ રોગચાળો પણ વકર્યો છે ત્યારે આરોગ્ય વિભાગ પણ આ અંગે પગલા લે તેવી માંગ ઉઠી છે.