તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ કબ્રસ્તાન-રામસાગર તળાવ નજીક ગંદકીના ઢગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હાલમાં દેશ આખામાં સ્વચ્છતા અભ્યાન હેઠળ સ્વચ્છતા સાથે સફાઈની સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં રાજ્યની પાલિકાઓ અને સામાજિક સંસ્થાઓ આ હોડમાં જોડાઈ છે.

ઝાલોદ નગર આખાનો નીકળતો કચરો કબ્રસ્તાન તથા રામસાગર તળાવ પાસે ઠાવવામાં આવતો હતો. બાદ પાલિકા દ્વારા ડમ્પિંગ સાઈડ અનાજ ગોડાઉન પાસે કેટલાક વર્ષોથી ચાલુ કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા પવિત્ર સ્થાન અને ઐતિહાસિક ગણાતા રામસાગર તળાવ પાસે ગંદકીના ઢગ ઉભા કરવામાં આવતા રોષની લાગણી વ્યાપેલી જોવા મળી હતી. સવારે તેમજ સાંજના સમયે નગરજનો આનંદ-પ્રમોદ માટે રામસાગર તળાવની આસપાસ પરિવાર સાથે ફરવા માટે નીકળતા હોય છે અને કબ્રસ્તાન પાસેથી સીધો રસ્તો સૉર્ટકટ હોવાથી મોટી સંખ્યામાં રાહદારીઓ પસાર થઇ રહ્યા છે.

ત્યારે આ અસહ્ય ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા નગરમાં સ્વચ્છતા જાળવવા માટે અભિયાન ઝડપ્યું છે. ત્યારે બીજી તરફ કબ્રસ્તાન પાસેની ગંદકીથી નગરજનોને પરેશાની વેઠવી પડે છે.

ઐતિહાસિક તળાવ નજીક ગંદકી ઠાલવતાં રોષ


_photocaption_ઝાલોદ કબ્રસ્તાન અને રામસાગર તળાવ પાસેની ગંદકી. }સહલ ગુડાલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો