તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેસડા ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રીસભા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કાલોલ તાલુકાના નેસડા ગામે રાત્રિસભા યોજાઇ હતી. જેમાં ગ્રામજનોએ કૃષિ, પશુપાલન, આરોગ્ય, પાણી પુરવઠો, નાગરિક પુરવઠો, જમીન-મહેસુલ, વારસાઇ, આવાસ જેવી યોજનાઓની અને સ્વચ્છ ભારત, પ્લાસ્ટીક મુક્ત ભારત જેવા કાર્યક્રમોની જિલ્લાના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.

જિલ્લા કલેકટરે રાત્રિસભાનો ઉદ્દેશ જણાવતા કહ્યું હતું કે સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી જરૂરિયાતમંદ સુધી પહોંચે અને ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓને, જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક ઉકેલ લાવી નાગરિકોને સુવિધા-સગવડતા પુરી પાડવાની છે. જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ દ્વારા હાલમાં ઉજવાઇ રહેલા પોષણ માહ અંતર્ગત સરકારની યોજનાઓના સથવારે, કુપોષણના કલંકને દુર કરવા તંદુરસ્ત સમાજ માટે સહુને સહભાગી થવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...