તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનસુરા પાસે ટ્રેઇલરની ટક્કરે ઉમરેઠના બાઇક સવારનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરામાં માલપુર ચોકડી પાસેથી પસાર થતી મોટર સાયકલને ટ્રેઇલરે ટક્કર મારતા મોટર સાયકલ પર પાછળ બેસી મુસાફરી કરતા ઉમરેઠના યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.

માલપુર ચોકડી પાસેથી આણંદ જિલ્લાના ઉમરેઠના બે યુવાનો રવિવારે મોટર સાયકલ લઇને પસાર થતા હતા દરમિયાન પાછળથી આવતા પરપ્રાંતિય ટ્રેઇલરના ચાલકે પોતાના કબજાના વાહનને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલને ટક્કર માતા મોટર સાયકલ પાછળ બેઠેલા નટુભાઇ શંકરભાઇ કાછીયા રહે. ઉમરેઠ, જિ. આણંદ નાને શરીરે ગંભીર ઇજાઓ થતા તેને 108 ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અકસ્માતમાં ઉપરોકત મોટર સાયકલ સવાર મુસાફરનુ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. જ્યારે મોટર સાયકલ ચાલક ઘનશ્યામભાઇ બાબુભાઇ કાછીયાને સારવાર માટે ખસડવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...