તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધુકા જિલ્લા પંચાયત સંચાલિત રેસ્ટ હાઉસ બિસ્માર હાલતમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકાની ભાદ નદીના કાંઠે 1931માં બંધાયેલ ડાક બંગલો 100 વર્ષનું આયુષ્ય વટાવી ચુકયો છે. જે અત્યારે જુના રેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે. જેનો વહીવટ જિલ્લા પંચાયત હસ્તક છે.

આ જુનું રેસ્ટ હાઉસ અગાઉ ડાક બંગલા તરીકે વિખ્યાત હતું. હાલ આ રેસ્ટ હાઉસનું મકાન જીર્ણ અવસ્થામાં મુકાઇ ગયું છે. ક્યારે મોટી દુર્ઘટના સર્જાય તે નકકી નહીં તેમ લોકો માને છે. અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી આ રેસ્ટ હાઉસ છે.

અંગ્રેજ સરકાર સામે આઝાદીની જંગ વેળાએ રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરી ધંધુકાની વિશેષ અદાલતમાં મેઘાણીને રજુ કરાયા હતા. આ રેસ્ટ હાઉસમાં વિશેષ અદાલત ઊભી કરાઇ હતી. મેજીસ્ટ્રેટ ઇસાણીની કોર્ટમાં મેઘાણી સામે કેસ ચાલ્યો હતો.

જે લીંબડાના ઝાડ નીચે કેસ ચાલ્યો હતો તે લીંબડાના વૃક્ષ ફરતો ઓટો બનાવીને મેઘાણીનું સ્મારક પણ બનાવાયું છે. ધંધુકાના આ ઐતિહાસિક રેસ્ટ હાઉસને વહેલી તકે નવું બનાવવામાં આવે તથા નવા રંગ રૂપ આપવામાં આવે તેવી વ્યાપક લોક લાગણી સાંભળવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...