તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાણાકીય વર્ષ પૂર્ણ થવા છતાં સંખેડા તાલુકાની 177 શાળાઓને ગ્રાન્ટનો અંતિમ હપ્તો ચૂકવાયો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાની 177 પ્રાથમિક શાળાઓમાં નાણાકીય વર્ષ પૂર્ણ થવા છતાં ગ્રાન્ટનો અંતિમ હપતો ચૂકવાયો નથી. અગાઉ સપ્ટેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મળીને 75 ટકા ગ્રાન્ટ ચૂકવાઈ હતી. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને આ ગ્રાન્ટ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચૂકવાય છે. જેમાંથી શાળામાં થતાં તમામ ખર્ચ ચૂકવાય છે.

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને ગ્રાન્ટ ચૂકવવાની હોય છે. ગાઈડ લાઈન મુજબ 1 થી 15 સુધી વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો 10000 રૂપિયા, 16 થી 100 સુધીના વિદ્યાર્થીઓ હોય તો 25000 રૂપિયા, 100 થી 250 સુધી વિદ્યાર્થીઓ હોય તો 50000 રૂપિયા, 250થી 1000 સુધીની સંખ્યા હોય તો 75000 રૂપિયા અને 1000થી વધુ વિદ્યાર્થીઓ હોય તો 100000 મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટમાંથી શાળા માટે જરૂરી વીજળી ખર્ચ, ઈન્ટરનેટ, પાણી, શાળાનું મકાન, શૌચાલય વિગેરેની જાળવણી તેમજ મરામત સહિત ગાઈડલાઈન મુજબ શાળાએ ખર્ચ કરવાનો હોય છે. નાણાકીય વર્ષ 2018-19માં માહે સપ્ટેમ્બરમાં ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...