તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપસંદ કંપની સાથે છેતરપિંડી કેસમાં આરોપીના જામીન નામંજૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાવલીના મંજુસર જી.આઈ.ડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લી. કંપનીને 100 કરોડની લોન આપી કંપની પચાવી પાડવાના પ્રકરણમાં નોંધાવેલી ફરિયાદમાં જિલ્લા એલ.સી.બીએ 7 પૈકી પકડાયેલા એક આરોપીની જામીન અરજી નામંજૂર કરતાં આરોપીને વડોદરા જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સાવલીના મંજુસર જી.આઈ.ડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લી. કંપનીને 100 કરોડની લોન આપવાની લાલચ આપીને નજીવી રકમ ચૂકવીને કંપનીના ડોક્યુમેન્ટ અને અન્ય કાગળો પોતાના કબજામાં લઈને છેતરપિંડીની ફરિયાદ કંપનીના એમ.ડી. ધીરેન્દ્રસીંગ દ્વારા ભાદરવા પોલીસ મથકે નોંધાવા પામી હતી. જે 7 આરોપીઓ છેલ્લા 5 માસથી પોલીસને હંફાવી રહ્યા હતા. તેવામાં જિલ્લા એલ.સી.બીએ પવન પરસોત્તમ રાઠી રહે. 404 ચોથો માળ, શિખર એપાર્ટમેન્ટ, ગોરવાની ધરપકડ કરી પૂછપરછ આદરી હતી. અને સાવલી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતા સાવલી કોર્ટે આરોપી પવન રાઠીના જામીન નામંજૂર કરી કસ્ટડીમાં મોકલવાનો હૂકમ કર્યો છે.

સરકારી વકીલ પ્રકાશ રાઠોડની ધારદાર દલીલો દ્વારા કોર્ટને સમજાવ્યું હતું કે આરોપીએ કંપનીના હિતમાં કામ કરવાના બદલે ફિનક્વીસ્ટ ફાઈનાન્શીયલ સોલ્યુશન. પ્રા.લી. કંપની જેને 100 કરોડની લોન આપવાની લાલચ આપી હતી.

તે કંપનીના તરફે કામ કરીને ફરિયાદીની સહીનો દુરપયોગ કરીને નવુ ખાતુ ખોલાવીને કંપનીના ખાતામાંથી પૈસાની હેરફએર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અને જામીન પર છૂટશે તો સાક્ષીઓ સાથે તોડફોડ કરે તેવી દલીલો કરતા નામદાર કોર્ટે દલીલો માન્ય રાખીને જામીન અરજી નામંજૂર કરી છે.

આરોપીને વડોદરા જેલમાં ખસેડવામાં આવ્યો

_photocaption_પવન પરસોત્તમ રાઠી*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો