તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને પાકમાં લીલી ઈયળનું નિયંત્રણ લાવવા અનુરોધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગર જિલ્લાના ખેડૂતો જોગ તુવેર અને ચણાના પાકમાં લીલી ઈયળનું નિયંત્રણ લાવવા માટે જરૂરી પગલા ભરવા માટે જણાવાયું છે. જેમાં ખેતીના પાકમાં ઈયળ પર નિયંત્રણ માટે અને પાકને નુકસાનથી અટકાવવા માટે નર ફુદાને આકર્ષવા હેક્ટર દીઠ ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખેડા સરખા અંતરે મૂકવા, લીંબોળીની મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ ( ૫% અર્ક) ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૨ થી ૩ વખત છંટકાવ કરવો, બેસીલસ થુરીંજીન્સીસ નામના જીવાણુનો પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકવા કરવા તેમજ આ અંગે ખેડુતોને કોઈ પણ પ્રશ્ન મુજવતો હોય તો પોતાના વિસ્તારના ગ્રામસેવક/ નાયબ ખેતી નિયામક (વિ.)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવાયું છે.

તુવેર-ચણાના પાકમાં નિયંત્રણ લાવવા માગ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો