તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલ ફાટક પાસે અંડરબ્રિજનું નાળું શરૂ કરાવવા માગણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિરમગામ રેલવે સ્ટેશન 13 માર્ચ શુક્રવારના રોજ પશ્ચિમ રેલવે મેનેજર આલોક કંસલ ઇન્સ્પેક્શન માટે આવતા વિરમગામ રેલવે સ્ટેશનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વિરમગામ મિલ રોડ ઠાકોર સમાજ યુવાશક્તિ ગ્રુપ દલિત અધિકાર મંચ સહિત વિરમગામ પેસેન્જર યુનિયન દ્વારા વિરમગામ રેલવે સ્ટેશન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત ખારાઘોડા સહિત અમદાવાદ સહિત દેશના વિવિધ રાજ્ય સાથે રેલવે દ્વારા જોડાયેલ હોઈ વિરમગામ રેલવે જંકશન સ્ટેશન મહત્વનું સ્થાન ધરાવે છે. તાજેતરમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર સાથે ઇલેક્ટ્રિક પાવર થી ટ્રેનો શરૂ થઈ છે.

જેથી વિરમગામ રેલવે સ્ટેશન ઉપરથી નોન સ્ટોપ જતી આવતી આંતરરાજ્ય ટ્રેનોને સ્ટોપેજ આપવા અમદાવાદથી દક્ષિણ ગુજરાત તરફ જતી મેમુ ટ્રેનો વિરમગામ સુધી લંબાવવા પંથકમાં મોટા ઉદ્યોગો આવ્યા હોવાથી રેલવે સ્ટેશન ખાતે માત્ર એક ટિકિટ મેળવવાનું કાઉન્ટર ટિકિટબારી હોઈ બીજી શરૂ કરવા બાબત તેમજ રેલવે સ્ટેશન પાસે આવેલા મિલ ફાટકને સામેની તરફ મોટો રહેણાક વિસ્તારો હોવાથી અને મોટાભાગે ફાટક બંધ રહેવાથી સ્થાનિક રહીશોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ ફાટકની પાસે આવેલું અંડરબ્રિજનું નાળું કાયમી ધોરણે શરૂ કરવા માંગ કરાઇ હતી. જેમાં સામાજિક કાર્યકર બળવંતભાઈ ઠાકોર,નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાનભા,એમએસ ટી યુનિયન ના રમેશભાઈ ઠાકર, યુવાશક્તિ ગ્રુપ ના ગૌરવ શાહ સહિતનાઓ દ્વારા વિવિધ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે યોગ્ય કરવાની પશ્ચિમ રેલવે જનરલ મેનેજર દ્વારા મૌખિક બાયધરી અપાઈ હતી.

ફાટક વારંવાર બંધ રહેતું હોવાથી નાગરિકોને પરેશાની

વિરમગામ રેલવે સ્ટેશનમાં પશ્ચિમ રેલવે મેનેજરને આવેદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો