તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા સાયરા ગામમાં દુષ્કર્મના દોષિતોને સખ્ત સજાની માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના સાયરા ગામમાં અનુ.જાતિની દીકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ બાદ હત્યા કરી નાખ્યાની ઘટનાના પડઘા સાણંદમાં પડ્યા હતા. સાણંદ બાર એસોસિએશન દ્વારા રેલી કાઢી આવેદનપત્ર નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઘટનાને વખોડી કાઢી હતી.

શુક્રવારે બપોરે 1 કલાકે સાણંદ બાર એસોસિએશન દ્વારા રેલી કાઢી નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મોડાસા તાલુકાના સાયરા ગામમાં અનુ.જાતિની દીકરીને સરાજાહેરમાં નરાધમોએ અપહરણ કરી સામુહિક દુષ્કર્મ બાદ હત્યા કરી લાશને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હતી. જેના દોષિતોને સખ્ત અને ફાંસીની સજા થાય તે માટે મામલતદારને રજૂઆત કરાઈ હતી. વકીલોએ મામલતદાર કચેરી બહાર પીડિતાને તાત્કાલિક ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો સહીત મહિલા વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સાણંદ બાર એસો. દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો