ઠાસરા મામ.માં કચેરીમાં નિવૃત્ત શિક્ષકનું હાર્ટએટેકથી મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાકોર કુમારશાળાના રિડાયર્ડ શિક્ષકનું બુધવારે ઠાસરા મામલતદાર ઓફિસમાં હૃદયરોગના હુમલાથી કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. ડાકોર કુમારશાળામાં ફરજ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજભાઇ નરેન્દ્રપ્રસાદ ઉપાધ્યાય થોડા વર્ષો અગાઉ નિવૃત્ત થયા હતા.

હાલ ડાકોર ખાતે વિદ્યુતબોર્ડની ઓફિસ પાછળ આવેલી ઘનશ્યામ સોસાયટીમાં રહેતા હતા. બુધવારે પંકજભાઇ ઠાસરાખાતે મામલતદાર ઓફિસમાં કામ અર્થે ગયા ત્યારે એકાએક તેઓને હ્યદયરોગનો ભયાનક હુમલો થયો હતો. આથી તેઓ ઢળી પડ્યા હતા. આથી પંકજભાઇને ઠાસરા અને ત્યાંથી ડાકોર સરકારી દવાખાનામાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આશરે 65 વર્ષીય પંકજભાઇ સામાજિક અને કેળવણીક્ષેત્રે સેવા નિ:સ્વાર્થભાવે સેવા આપતા હતા. શાળાઓમાં તેઓએ કુલર ભેટ તરીકે આપ્યા હતા. ડાકોરની તાનારીરી નાટ્ય અકાદમીમાં તેઓ ઉપપ્રમુખ તરીકે તથા અંબાવાડીમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. તેઓ પત્ની અને બે સંતાનોને વિલાપ કરતા મૂકી ગયા છે.