તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દે. બારિયાને ધમરોળતા તસ્કરો ઇકો ગાડી તથા મકાનમાંથી ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દે. બારિયા નગરમાં વહેલી સવારે નગરના અલગ અલગ વિસ્તારોના મકાનોમાં ચોરો દ્વારા ચોરીઓ કરાતા નગરમાં ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા.14 ડિસેમ્બરના રોજ વહેલી સવારે પાંચ વાગે દેવગઢ બારિયા નગરમાં ચોરો દ્વારા વિવિધ મકાનોમાં ચોરીનો સપાટો બોલાવ્યો હતો. નગરમાંથી જ પ્રથમ ઇકો ગાડીની ચોરી કરીને તેમાં સવાર થઇ ચોરો દ્વારા નગરના સ્વામીનારાયણ મંદિર સામે, ટાવર શેરી, શુભગ કોમ્પલેક્ષ, સહિતના વિસ્તારોના ઘરોમાં મદનભાઇ વાસણવાળા, બુલબુલભાઇ શાહ વેલ્ડીંગ, દેવીલાલભાઇ દરજી એમ અલગ અલગ છથી સાત જગ્યાએ મકાનોના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી.

જ્યારે સ્વામીનારાયણ મંદિર સામે રહેતા વિનોદભાઇ હરીલાલ શાહ તેમના ભાણેજના ઘરે કથા પ્રસંગે દાહોદ મુકામે ગયા હતા. ત્યારે તેમના ઘરેથી વહેલી સવારે ચોરો દ્વારા તેમના ઘરનું તાળુ તોડીને ઘરમાંથી સરસામાન વેરવિખેર કરીને સોનાના દાગીના જેમાં 50,000 રૂ.ની સોનાની 4 નંગ બંગડી, 50,000 રૂ.ની સોનાની ચેન નંગ 1, સોનાની બુટ્ટીઓ 10 નંગ 50,000 રૂ.ની, સોનાના પાટલા નંગ-2 કિ.30,000, સોનાની વીટી નંગ-4 કિ. 25,000 તથા બેડરૂમમાં મુકેલ તીજોરીમાંથી રોકડ રૂપિયા 70,000 તથા ચાંદીના 10 નંગ સિક્કા રૂ.3000, કાંડા ઘડીયાળ નંગ-4 કિંમત 3000 કુલ મળીને રૂ.281,000ની ચોરી થઇ હતી.

તેઓના ઘરની બાજુના ઘરે લાગેલ સીસી ટીવી કેમેરા ચેક કરતાં સવારે 5 વાગ્યાના સુમારે ચોરી થઇ હોવાના ફુટેજ કેમેરામાંથી મળી આવ્યા છે.

દે.બારિયામાં વહેલી સવારે મકાનોમાં ચોરો દ્વારા ચોરીઓ કરાતા ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. નીલ સોની

અન્ય સમાચારો પણ છે...