તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંવાળ પંથકમાં સતત, ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળ સહિત પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે પડેલા ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એરંડા (દીવેલા)નું ત્રણ-ત્રણ વાવેતર કરેલું નિષ્ફળ ગયું છે.

ગુરુવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા શુક્રવારની સવાર સુધી સતત ઓછાથી વધુ પ્રમાણમંા વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે ખાસ કરીને શ્રાવણના 15 દિવસ અને ભાદરવો ભરપૂર રહેતા પંથકમાં ભારે વરસાદના કારણે નદી, નાળા, તળાવો છલકાયા છે.

પંથકમાં કેટલાક ખેડૂતોના જણાવ્યાનુસાર એરંડા (દીવેલા)નું ત્રણ- ત્રણ વખત વાવેતર કરવામાં આવ્યું છે. એરંડાનું બિયારણ એળે જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડયું છે.

તો બીજીતરફ તૈયાર થયેલા જુવાર અને બાજરીના પાકને પણ ભારે વરસાદથી નુકસાન થવા પામ્યું છે. બાજરીના પાકમાં મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ જાય તેવો ઘાટ ઘડાયો છે. ખેડૂતોના ખેતરોમાં વરાપ થતાની સાથે જ વાવેતર કરવામંા આવે એના બીજા દિવસે મેઘરાજા મન મુકીને વરસતા હોઇ બિયારણ ધોવાઇ જાય છે.

નીચાણવાળા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. મામલતદાર કચેરી દ્વારા મળતી માહિતી મુજબ 17મીમી સાથે મોસમનો કુલ વરસાદ 414 મીમી નોંધાવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...