તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલીના લક્ષ્મી રોડ પર હાઇ વોલ્ટેજના કારણે વિદ્યુત ઉપકરણોને થતું નુકસાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલીનાં છોટાઉદેપુર રોડ પર આવેલા લક્ષ્મી રોડ વિસ્તારમાં બપોરે વીજ લાઈનમાં હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાતા અનેક ઘરો અને દુકાનોનાં વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું હતું.બોડેલીમાં આવી સમસ્યા અવારનવાર ઉભી થવા છતાંય વિજ તંત્ર દ્વારા કોઈજ પગલાં લેવાયા નથી.

બોડેલીમાં ગીચ વિસ્તારમાં વિજતંત્ર વધારાની ડીપી નાખવા માટે ઠોસ કામગીરી કરી ન હતી, જેના લીધે હાઈ વોલ્ટેજનો પ્રોબ્લેમ વારંવાર ઉભો થયો છે.મોટા શહેરોમાં તો દરેક કોમ્પ્લેક્સ અને નાની મોટી સોસાયટી દીઠ પોતાની અલાયદી ડીપી હોય છે, પણ બોડેલી જેવા મોટા નગર માં આવી કોઈ જ વિજ તંત્ર દ્વારા આવી કોઈ કાળજી લેતા નથી.પરિણામે હાઈ અને લો વોલ્ટેજ ની વિજ સમસ્યા સર્જાતી આવી છે. લક્ષ્મી રોડ પરનાં વિસ્તારમાં બપોરે એક સાથે ઘરો, દુકાનો અને ઓફિસોમાં વિજ ઉપકરણો પંખા, લાઈટ, ટીવી, ફ્રીજ જેવા ઉપકરણો ઉડી ગયા હતા.વિજ ડુલ પણ થઈ હતી.લોકોમાં ચિંતામાં પડ્યા હતા.અનવર મન્સુરીએ વિજ તંત્રને જાણ કરતા લાઈનમેનો વિસ્તારમાં આવીને કામગીરી હાથ ધરી હતી.પણ બોડેલી નગરની સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે વિજ તંત્ર એ નક્કર પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો