તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇની ભારત ટોકિઝ નજીક જામેલા કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ નગર ની ભારત ટોકીઝ પાસે ત્રણ શાળા આવેલી છે.નજીકમાં શાકમાર્કેટ પણ આવેલું છે.નાના નાના ભૂલકાઓની ભણવા આવે છે.પણ આ જ કચરાના ઢગલા પાસેથી તેમને પસાર થવું પડે છે અને એક તરફ ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઢગલે ઢગલાં કચરાના જોવા મળી રહ્યા છે.

ડભોઇ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ શાળાના અને શાકમાર્કેટના વેપારીઓએ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આ કચરો દૂર થતો નથી. અહીં આવેલી તમામ શાળાના વિદ્યાર્થીઓ અહીયા થી રોજ પસાર થાય છે.હાલ નગરપાલિકા દ્વારા ગામનો કચરો નાખવામાં આવે છે.જેને લઇને આ વિસ્તારના લોકો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ બીમારીથી પીડાઈ રહ્યા છે.નગર પાલિકાનું વહીવટી તંત્ર વહેલીતકે આ કચરાના ઢગલા હટાવે અને વહેલી તકે રોગચાળો થતો ફેલાવતા અટકાવે તેવી નગરજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...