તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇના તેન તલવાને ઊંડું કરવાની કામગીરીનો પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હીરાધર સલાટ અને તેનની પ્રમ કહાનીનાં પ્રતિક સમા તળાવને ફરીથી ઉજાગર કરવાની એઇમ માટે ધારાસભ્યએ માત્ર એક જ વર્ષમાં પ્રયત્ન શિલ રહી આ તળાવ માટે પુરાતત્વની પરવાનગી માટે અથાગ પ્રયત્નો કરી તેનાં બ્યુટીફીકેશનથી લઇ તેને ઉંડુ કરી પાણીથી ભરપુર કરવાની કામગીરી હાથ ધરવા તંત્ર અને સંત્રની સાથે રહી પરવાનગી મેળવી પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ તબક્કે પ્રાન્ત અધિકારી હિમાંશુ પરીખ, મામલતદાર ડી.કે.પરમાર તથા ટીડીઓ ડિ.જી.દેસાઇ, પીડબ્યુડીનાં ડે એન્જીનિયર કમલેશ થોરાટની ઉપસ્થિતિ પીડબલ્યુડી દ્વારા આ તળાવને ઉંડુ કરવાની કામગીરી માટે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તળાવનાં બ્યુટીફીકેશનની પણ કામગીરી ચાલુ થનાર છે ત્યારે ગ્રામજનોનાં સુચનો પણ વિચારણામાં લેવામાં આવશે જેથી તેઓએ પણ સાથ સહકાર આપે તેવી અપીલ સાથે ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેની કાળજી રાખવા જણાવેલ હતું. પ્રાન્ત અધિકારી હિમાન્સુ પરીખ દ્વારા તળાવનું બ્યુટીફીકેશન થયેથી તેનો ઐતિહાસિક વારસો ઉજાગર થશે પર્યટકો પણ મોટા પ્રમાણમાં જોવા આવશે ત્યારે ગ્રામજનો પણ એમાંથી રોજગારની તકો મળશે ત્યારે સાથોસાથ તેઓની પણ સ્વચ્છતા જાળવવાની જવાબદારી નિભાવવી પડશે.

ગામની મહીલાઓ કપડાં વાસણ ધોવા ન આવે ગંદકી ન કરેની તકેદારી જરૂર રાખવી પડશેની વાત પણ મુકી હતી. 25 ફેબ્રુઆરીએ તળાવ ઉંડુ કરવાનાં ખાતમુહૂર્ત સાથે તળાવનાં બ્યુટીફીકેશનનો પ્રારંભ અને તળાવની ઐતિહાસિક ઉજાગરતાં ફરીથી લાવવાનાં શ્રીગણેશ થઇ ચુક્યા છે.

જળ સંચય યોજના માટે ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરાયું. હેમંત પાઠક

બોડેલીના સખાન્દ્રા ગામેથી જળ સંચય યોજનાનો પ્રારંભ કરાવતા પ્રભારી મંત્રી
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના સખાન્દ્ર ગામેથી પ્રભારી મંત્રીના હસ્તે આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લા સિંચાઈ અધિકારી સુતારીયાએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના માટે સરકારે 529 લાખ રૂપિયા ફાળવ્યા છે. જેમાંના સખાન્દ્રા ગામે તળાવને 1,41,000 ઘન ફૂટ ઊંડું કરવાથી પાણીની સંગ્રહ શક્તિ વધશે. ખેડૂતોને માટી ખેતરમાં લઇ જવા માટે મફત આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો