તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇ કોલેજમાં વાર્ષિકોત્સવ અને રંગારંગ કાર્યક્રમ તેમજ દીકરી દિનની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઇની આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ અને રંગારંગ કાર્યક્રમ સાથે 12મી જાન્યુઆરીએ દીકરી દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજ કેમ્પસની શિક્ષણ ગાથા સાથે તમામ સહુલતો ડભોઇની ત્રણેય કોલેજોમાં ઉપલબ્ધ હોવા સાથે ઉત્તરોત્તર કોલેજ કેમ્પસમાં થઈ રહેલા સુધારા વધારા સહિતની જીણવટ પૂર્વકની રસદાર માહિતી મંડળના પ્રમુખ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આપી હતી.

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ સહીત આઇટીઆઇમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજરોજ કેમ્પસના મેદાન ખાતે વાર્ષિકોત્સવ અને રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેમ્પસ ગોવિંદગુરૂ યુનિવર્સિટી સાથે સંલગ્ન હોય વાર્ષિકોત્સવમાં ગોવિંદગુરૂ યુનિ.ના પ્રથમ કુલપતિ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ગોવિંદગુરૂ યુનિ.ના કુલપતિ ડૉ.મહેન્દ્ર પાડલીયાએ ડભોઇ કેમ્પસના સુદ્રઢ અને સુચારૂ આયોજન સહીત વહીવટના વખાણ કર્યા હતા. તેમજ કેમ્પસમાં ઉપલબ્ધ સુવિધાઓ પણ સુંદર હોવાનું જણાવ્યું હતું. તેમજ ડભોઇ કોલેજ કેમ્પસને આગામી સમયમાં નર્સિંગ કોલેજની પરવાનગી પણ આપવામાં આવી હોવાનું જણાવતા ઉપસ્થિતોએ તાળીઓ ના ગડગડાટ સાથે વધાવી લીધેલ.

જ્યારે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઇ પટેલે ગોવિંદગુરૂ યુનિ.ના કુલપતિનો આભાર માની જણાવ્યું હતું કે ડભોઇ કોલેજ કેેમ્પસની પ્રગતિમાં કોઇ કચાસ નહી રહે.અભ્યાસુ વિદ્યાર્થીઓને સુવિધા, સલામતિયુક્ત વાતાવરણ સાથેની તમામ સહુલતો આપવા કટીબધ્ધ છીએ. તેમજ વડોદરા જિલ્લામાં અભ્યાસ માટેનું હબ ડભોઇ સેન્ટર બની રહે તે માટે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સતત પ્રયત્નશીલ છે. વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં તમામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડાંસ, સિંગિંગ નાટક, રંગારંગ કાર્યક્રમની 40 જેટલી કલાકૌશલ્યની કૃતિઓ રજૂ કરતા ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે મંડળના હોદ્દેદારો કોલેજના પ્રાધ્યાપકો અને માજીધારાસભ્ય બાલકૃષ્ણભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડભોઇની આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ રસદાર માહિતી મંડળના પ્રમુખે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...