તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધુકા-માંડલમાં છેલ્લી ઘડીની પતંગની ખરીદી માટે ભીડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકામાં ઉત્તરાયણના આગલા દિવસે પતંગ ઘરાકી નીકળતા પતંગ દોરીના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. ગત વર્ષ કરતાં પતંગ દોરીના ભાવમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પર્વને લઈ પતંગ દોરીનું વેચાણ કરતાં વેપારીઓમાં ઘરાકીમાં વધારો થતા ખુશી જોવા મળી છે. ત્યારે શહેરમાં દોરી રંગવામાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને ચરખા ઉપર દોરી રંગવામાં નંબરની રાહ જોવી પડતી હતી. ત્યારે ઉત્તરાયણ પર્વમાં તલની ચિક્કી, સીંગની ચિક્કી, માવાની ચિક્કી અને તલના લાડુ, કાળા સફેદ કચરીયું અને અતિ પ્રિય વાનગી ઊંધિયું સહિતની વસ્તુઓનું વેચાણમાં વધારો થયો છે. બે દિવસ અગાઉ પતંગ બજારમાં ભીડ ન જામતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. પરંતુ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ખરીદી જામતાં વેપારીઓને રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો