સુરાશામળમાં વડોલીપાર્જિત જમીનમાં ખોટા દસ્તાવેજો બનાવી નામ કમી કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકાના શિનોર તેમજ સુરાશામળ ગામની સીમમાં આવેલી વડોલી પાર્જીત ખેતીની જમીનમાં ખોટા સંમતિ જવાબાના કાગળો બનાવી ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી ખેતીની જમીનમાંથી નામ કમી કરી વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કર્યાના ગૂના અંગેની એલસીબી વડોદરામાં ચાલતી તપાસના આધારે ફરિયાદીએ શિનોર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિન તલાટી કમ મંત્રી શિનોર તેમજ સુરાશામળ અને અન્ય બીજી સાત મળી કુલ નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા ફરી એક વખત શિનોર તાલુકામાં લેન્ડ ગ્રેબલીંગનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામેલ છે.

મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના શિનોર તેમજ સુરાશામળ ગામની સીમમાં આવેલી વડોલી પાર્જીત ખેતીની જમીન પૈકી સુરાશામળ ગામની જમીન સર્વેનંબર 597/5, 595/3, 597/2, 598/2 અને શિનોર ગામની જમીન સર્વેનંબર 950માં વારસાઇથી ફરિયાદી ઉર્મીલાબેન શામળબાઇ હીરાભાઇ પટેલની દિકરી તે પ્રવિણભાઇ પરસોત્તમભાઇ પટેલની ...અનુસંધાન પાના નં.2